Western Times News

Gujarati News

જલદી LICનો આઈપીઓ આવશેઃ આ નાણાકીય વર્ષમાં તેની પ્રક્રિયા શરૂ થઈ જશે

નવીદિલ્હી, કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણે સંસદમાં બજેટ ૨૦૨૨-૨૦૨૩ રજૂ કર્યું છે. તેમણે જણાવ્યું કે આ બજેટથી ખાસ કરીને મહિલાઓ, કિસાનો, દલિતો અને યુવાઓને સૌથી વધુ ફાયદો થશે. સાથે ર્નિમલા સીતારમણે કહ્યું કે, તમામનું કલ્યાણ જ અમારૂ લક્ષ્ય છે.

નાણામંત્રી ર્નિમલા સીતારમણે બજેટ રજૂ કરતા જણાવ્યું કે જલદી એલઆઈસીનો આઈપીઓ આવશે. આ નાણાકીય વર્ષમાં તેની પ્રક્રિયા શરૂ થઈ જશે. મહત્વનું છે કે એલઆઈસીના આઈપીઓની લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે.

તેમણે કહ્યું કે અમારો ધ્યેય સ્વાસ્થ્ય માળખાને મજબૂત કરવાનો, રસીકરણ કાર્યક્રમને ઝડપી બનાવવાનો અને રોગચાળા સામે વ્યાપક ઝુંબેશ શરૂ કરવાનો છે.

આર્ત્મનિભર ભારતમાં આગામી પાંચ વર્ષમાં ૬૦ લાખ નવી નોકરીઓ અને ૩૦ લાખ નોકરીઓનું સર્જન કરવાની ક્ષમતા છે. ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવામાં આવશે.બજેટમાં આગામી ૨૫ વર્ષની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ૨૦ હજાર કરોડ આપીશું. લોજિસ્ટિકનો ખર્ચ ઘટાડશું. ૭ એન્જિન પર દેશની ઇકોનોમી દોડશે.

નાણામંત્રી સીતારમણે કહ્યું કે ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે. ખેડૂતો પાસેથી વિક્રમી ખરીદી કરવામાં આવશે. ખેડૂતોને ડિજિટલ સેવાઓ આપવાનું કામ કરવામાં આવશે. ૨૦૨૨-૨૩માં ૬૦ કિલોમીટર લાંબા રોપવે બનાવવામાં આવશે.

ભારતમાં ગરીબી દૂર કરવાનો પ્રયાસ કરશે.૬. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં દેશનો આર્થિક વિકાસ દર ૯.૨ ટકા રહેવાનો અંદાજ છે અને અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાના સરકારના પ્રયાસોના પરિણામો દેખાઈ રહ્યા છે.ડિજિટલ યુનિવર્સિટી બનાવવામાં આવશે અને શાળાઓમાં દરેક વર્ગમાં સ્માર્ટ ટીવી લગાવવાનું કામ કરવામાં આવશે. સ્કીલ ઈન્ડિયા મિશન દ્વારા યુવા શક્તિ બનાવવા માટે અને સરકારી યોજનાઓ હેઠળ કુશળ કામદારો બનાવવા માટે કામ કરવામાં આવશે.

સરકારે એમએસપી દ્વારા ખેડૂતોના ખાતામાં ૨.૩૭ કરોડ રૂપિયા મોકલ્યા છે. સજીવ ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવશે. સરકાર તરફથી કેમિકલ અને જંતુનાશક મુક્ત ખેતીનો ફેલાવો વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

પીએમ આવાસ યોજના હેઠળ ૪૮ હજાર કરોડ રૂપિયામાં ૮૦ લાખ ઘર બનાવવાનું કામ કરવામાં આવશે. શહેરી વિસ્તારોમાં નવા મકાનો અને ગ્રામીણ વિસ્તારો માટે આધુનિક મકાનોના નિર્માણ માટે વધુ ભંડોળ ફાળવવામાં આવશે.પોસ્ટ ઓફિસમાં ઓનલાઈન ટ્રાન્સફરની સુવિધા પણ ઉપલબ્ધ હશે અને પોસ્ટ ઓફિસ કોર બેંકિંગ સેવા હેઠળ આવશે. ૭૫ જિલ્લામાં ડિજિટલ બેંકિંગ શરૂ કરવામાં આવશે.

૨૦૨૨થી પોસ્ટ ઓફિસમાં ડિજિટલ બેંકિંગ પર કામ કરવામાં આવશે. પોસ્ટ ઓફિસમાં એટીએમની સુવિધા ઉપલબ્ધ થશે.
કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણ આ બજેટમાં ૧૬ લાખ યુવાઓને નોકરી આપવાનું વચન આપવામાં આવ્યું છે. કહેવામાં આવ્યું કે આ બજેટથી આગામી ૨૫ વર્ષનો પાયો નાખવામાં આવશે. દાવો છે કે આ બજેટમાં તમામ વર્ગ માટે કંઈક રાખવામાં આવ્યું છે. આ વચ્ચે નાણામંત્રીએ જાહેરાત કરી કે આગામી ત્રણ વર્ષમાં ૪૦૦ નવી વંદેભારત ટ્રેન તૈયાર કરવામાં આવશે.

હકીકતમાં પોતાના બજેટ ભાષણમાં નાણામંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું કે, આગામી ત્રણ વર્ષમાં ૪૦૦ નવી વંદેભારત ટ્રેન તૈયાર કરવામાં આવશે. આ સાથે આગામી ત્રણ વર્ષમાં ૧૦૦ પીએમ ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ તૈયાર કરવામાં આવશે. સાથે ૮ નવાવ રોપવેનું નિર્માણ થશે.

વંદે ભારત ટ્રેન દેશની પ્રથમ સ્વદેશી તકનીકથી નિર્મિત થનારી સેમી હાઈ સ્પીડ ટ્રેન છે. નાણામંત્રીએ જણાવ્યું કે, ૨૦૨૨-૨૩ વચ્ચે નેશનલ હાઈવેની લંબાઈ ૨૫,૦૦૦ કિમી સુધી વધારવામાં આવશે. પહાડી વિસ્તારની પર્વતમાળાના રોડને પીપીપી મોડ પર લાવવામાં આવશે.

વંદે ભારત ટ્રેન ઘણી આધુનિક સુવિધાઓથી લેસ છે. આ ટ્રેનમાં ઓન બોર્ડ વાઈ-ફાઈ, જીપીએસ આધારિત યાત્રી ઇન્ફોર્મેશન સિસ્ટમ, સુંદર આંતરિક સજાવટ, વેક્યૂમ શૌચાલય, એલઈડી લાઇટ, દરેક સીટ નીચે ચાર્જિંગ પોઈન્ટ, હરેક સીટ નીચે રીડિંગ લાઇટ, એન્ટેલિજન્સ એર કંડીશનિંગ સિસ્ટમ, દિવ્યાંગો માટે વ્હીલ ચેર, સીસીટીવી, ફાયર ફાઇટિંગ સિસ્ટમ, ઓટોમેટિક સ્લાઇડિંગ દરવાજા જેવી સુવિધાઓ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.