Western Times News

Gujarati News

ઈલેક્ટ્રોનિક સામાન, મોબાઈલ-ચાર્જર સહિતની ચીજો સસ્તી થશે

નવીદિલ્હી, નાણામંત્રી ર્નિમલા સીતારમણએ આજે રજૂ થયેલા યૂનિયન બજેટ માં કસ્ટમ ડ્યૂટીમાં બદલાવ કરવાની જાહેરાત કરી છે. જેના કારણે કેટલીક ચીજાેના ભાવ પર અસર થશે. નાણા મંત્રીની આ જાહેરાત બાદ ભારતમાં બનાવવામાં આવનારી અને ઈમ્પોર્ટ થઈ શકતી દવાઓ મોંઘી થશે તો લેધરનો સામાન સસ્તો થશે.

બજેટની જાહેરાત બાદ ઈલેક્ટ્રોનિક ચીજાે ખરીદનારા ગ્રાહકો પર રાહત થશે. મોબાઇલ ચાર્જર, કેમેરા મોડ્યૂલ રપણ સસ્તા થશે.રત્ન અને આભૂષણ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સરકારે કટ અને પૉલિશ્ડ ડાયમન્ડ સાથે આભૂષણ પર કસ્ટમ ડ્યૂટીને ૫ ટકા કરી નાખી છે. જ્યારે સામાન્ય રીતે પોલિશ્ડ ડાયમન્ડ પર કોઈ ડ્યૂટી નહીં લાગે.

સરકારની જાહેરાત બાદ કપડાં, કેમિકલ્સની જરૂરિયાત પડતી હોય તેવી પેટ્રોલિયમ પ્રોડકટ્‌સ સસ્તી થશે.બજેટની જાહેરાત પરથી જાણવા મળે છે કે સરકારે સ્ટીલ, બટન, જીપર, ચામડુ, પેકેજિંક બૉક્સ પર ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે.

ઈમ્પોર્ટેડ આર્ટિફિશિયલ દાગીના મોંઘા થશે સરકારે બજેટમાં અન્ડરવેલ્યૂ આર્ટિફિશિયલ ઘરેણાની આયાતને ઘટાડવા માટે એમાં ઈમ્પોર્ટ ડ્યૂટી પ્રતિ કિલોગ્રામ ૪૦૦ રૂપિયા કરી છે જેના કારણે આર્ટિફિશિયલ ઘરેણા આગામી સમયમાં મોંઘા થશે આ ચોમાસામાં તમારે મોંઘી છતરીઓ ખરીદવાની તૈયારી રાખવી પડી શકે છે.

સરકારે છત્રી પરની ડ્યૂટી ૨૦ ટકા કરી નાખી છે. આ સાથે છત્ર બનાવવા માટે વપરાતા સામાનની ટેક્સ છૂટને સમાપ્ત કરી દીધી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.