Western Times News

Gujarati News

મેઘધનુષી કબૂતરની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ

નવી દિલ્હી, દુનિયામાં અનેક પ્રકારના પશુ-પક્ષીઓ છે. તેમાંથી કેટલાક તેમના ગુણોને કારણે અને કેટલાક તેમના દેખાવને કારણે ચર્ચા આવી જાય છે. તાજેતરમાં જ એક મેઘધનુષી કબૂતરની ચર્ચા સોશિયલ મીડિયા પર થઇ હતી. આ કબૂતર મેઘધનુષ્ય રંગનું છે.

તેને જાેઈને લોકો તેને ખરીદવા માટે ભેગા થઈ ગયા. પરંતુ જ્યારે તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી ત્યારે નિષ્ણાતોએ તેને લઇને એવી ચેતવણી જારી કરી હતી, જેના કારણે તમામના હોશ ઉડી ગયા હતા. મલેશિયાની ગલીઓમાં વેચવામાં આવતા કબૂતર જાેઈને સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા છે.

એક વ્યક્તિ તેને પાંજરામાં વેચી રહ્યો હતો. તેની ઉપર ઘણા બધા રંગો દેખાતા હતા. આ સપ્તરંગી કબૂતરને ચમત્કાર તરીકે સમજવામાં આવતું હતું. લોકો તેને ખરીદીને પોતાના ઘરે લઈ જતા હતા. આ કબૂતરને જાેતા જ લોકો તેને ખરીદીને ઘરે લઈ જઈ રહ્યા હતા.

કોઈએ તેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. જ્યાંથી તે વાયરલ થયો હતો, પરંતુ નિષ્ણાતોની નજર તેના પર પડી હતી. ત્યાર બાદ તેમણે આ અંગે ચેતવણી જારી કરી હતી. વાસ્તવમાં, આ કબૂતરો ઈન્દ્રઘનુષી નહોતાં. વેચનારે તેની ઉપર રંગ સ્પ્રે કર્યો હતો.

આ વ્યક્તિનું કહેવું છે કે, કબૂતરો પર આવો સ્પ્રે કરવાથી તેનો સેલ વધી ગયો છે. તેના કબૂતરો હવે સતત વેચાય છે. આ કારણે તે પૈસા જમા કરી રહ્યો છે. પરંતુ જ્યારે આ રંગીલા કબૂતરની તસવીર ટિ્‌વટર પર વાયરલ થઇ તો એક્સપર્ટ્‌સની નજર પણ તેના પર પડી ગઇ.

ત્યારબાદ નિષ્ણાતોએ ટિ્‌વટર પર ચેતવણી જારી કરી હતી. ટ્‌વીટર પર dr.ima_vet પોસ્ટ કર્યું છે કે, કેવી રીતે આ રંગબેરંગી કબૂતરો પર્યાવરણ માટે ચિંતાજનક છે. તેણે ટિ્‌વટર પર તેની તસવીરો સાથે એક ચેતવણી જારી કરી હતી, જેમાં તેમણે લોકોને ચેતવણી આપી હતી કે તમે જે કબૂતરોને રંગીન સમજી ઘરે લઈ જઈ રહ્યા છો તે ખરેખર પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતાની પ્રક્રિયામાં છે. પ્રાણીઓની ક્રૂરતાની આ પદ્ધતિ જાેખમી છે.

એક્સપર્ટે આગળ લખ્યું કે, માફ કરજાે પરંતુ આ બિલકુલ મજાક નથી. રંગબેરંગી કબૂતરો વેચીને પૈસા કમાવવા એ તદ્દન ક્રૂર છે. લોકોને તે ન ખરીદવાની અપીલ પણ કરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.