Western Times News

Gujarati News

RSS નેતાઓના નામ લેવા મજબૂર કરાયો: સાક્ષી

નવી દિલ્હી, ૨૦૦૮માં મહારાષ્ટ્રના માલેગાંવ વિસ્ફોટના કેસમાં વધુ એક સાક્ષી કોર્ટમાં ફરી ગયો છે. આ ૧૭મો સાક્ષી છે જેણે સાક્ષી આપવા માટે ના પાડી દીધી છે અને તેણે મહારાષ્ટ્ર એટીએસ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

આ સાક્ષીએ કહ્યુ હતુ કે, મહારાષ્ટ્ર પોલીસની એટીએસ દ્વારા મારુ અપહરણ કરવામાં આવ્યુ હતુ અને મને ચાર દિવસ સુધી અટકાયતમાં રખાયો હતો.મને આ બ્લાસ્ટના આરોપી તરીકે આરએસએસના નેતાઓના નામ લેવા માટે મજબૂર કરાયો હતો.

દરમિયાન આ કેસમાં ૧૫મા સાક્ષીએ પણ અગાઉ આવાજ આરોપ લગાવીને કહેવાયુ હતુ કે, મારા પર પોલીસે આ બ્લાસ્ટમાં યોગી આદિત્યનાથ, આરએસએસના સિનિયર નેતા ઈન્દ્રેશ કુમાર અને સ્વામી અસિમાનંદનુ નામ લેવા માટે દબાણ કર્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, આ બ્લાસ્ટમાં ૬ લોકોના મોત થયા હતા અને ૧૦૦ લોકો ઘાયલ થયા હતા.એક મોટરસાયકલમાં આ બ્લાસ્ટ થયો હતો.
આ કેસમાં આરોપી લેફટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિતે અગાઉ માંગણી કરી હતી કે, વિશેષ કોર્ટ દ્વારા બંધ રુમમાં કેસની સુનાવણી કરવામાં આવે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.