Western Times News

Gujarati News

અમદાવાદ શહેર પોલીસનું ઠેર ઠેર ચેકીંગ

વાહનો રોકવા પોલીસ અચાનક વચ્ચે કેમ આવી જાય છે ?? વાહનચાલકો દ્વિધામાં

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કાયદો- વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોરોનાની ગાઈડલાઈનનું કડક પાલન થાય તે હેતુથી તમામ મહત્વના સ્થળો પર પોલીસનું ચેકીંગ હાથ ધરાઈ રહયું છે. નારણપુરા ચાર રસ્તા પર સાંજના સમયે સઘન ચેકીંગ કરાય છે.

આવતા-જતા વાહનોને રોકીને પોલીસ ચેકીંગ હાથ ધરે છે તેવી જ રીતે આશ્રમ રોડ પર બાટા હાઉંસની સામે સવારે પોલીસ આવતા-જતા વાહનોનું ચેકીંગ કરે છે તો એલિસબ્રિજ પોલીસ સ્ટેશન પાસે પણ ચેકીંગ કરાય છે ત્યાંથી આવતા- જતા જાગૃત નાગરિકો રોજબરોજ આદ્રશ્ય જાેવે છે તેમનું કહેવું છે કે પોલીસ ચેકીંગ જરૂર કરે છે કાયદો- વ્યવસ્થાના સંદર્ભમાં તે જરૂરી છે પણ પોલીસ જવાનો અચાનક રસ્તાની વચ્ચે આવી જાય છે તેથી વાહન ચાલકો માટે એકદમ વાહન ઉભુ રાખવુ મુશ્કેલ થઈ જાય છે.

તેમાંય જાે કોઈ જવાનને વાહન અથડાઈ જાય તો ?? પોલીસ ચેકીંગ કરે પરંતુ તેમની અને વાહનચાલકોની સલામતી ધ્યાનમાં રાખે તે જરૂરી છે કાયદો- વ્યવસ્થાની સાથે કોરોનાની ગાઈડલાઈનના સંદર્ભમાં શહેર પોલીસ ધ્વારા ઠેર-ઠેર ચેકીંગ શરૂ કરાયુ છે તેમાં પોલીસને ગુનેગારોને પકડવામાં સફળતા પણ મળે છે ઘણી વખત તો જૂનાકેસોમાં ભાગતા ગુનેગારો ઝડપાઈ જાય છે અગર તો ગુનાહિત માનસ ધરાવતા કુખ્યાત તત્વો પણ ઝપાટામાં આવી જાય છે શહેર પોલીસ ધ્વારા શહેરભરમાં હાલમાં ચેકીંગ શરૂ કરાયુ રાત્રીના સમયે પણ કરફયુનો કડક અમલ થાય તે માટે મહત્વના પોઈન્ટ પર સઘન ચેકીંગ કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.