Western Times News

Gujarati News

બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિકના ઉદઘાટન સમારંભનો ભારતે કરેલો બહિષ્કાર

બેઇજીંગ, ચીનમાં આયોજિત બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિક ૨૦૨૨ના ઉદઘાટન અને સમારોહમાં ભારતીય રાજદૂત ભાગ નહીં લે. આ એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે ચીને ગલવાન ખીણમાં હિંસાનું રાજનીતિકરણ કર્યું છે. વાસ્તવમાં, ચીને ગલવાન ખીણમાં સૈન્ય સંધર્ષ દરમિયાન થયેલ હિંસામાં સામેલ એક સૈનિકને મશાલચી બનાવ્યો હતો. તેના પર વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે દુખી છીએ કે ચીને બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિકનું રાજનીતિકરણ કરવાનું પસંદ કર્યું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, ‘અમે આ મુદ્દે અહેવાલ જાેયો છે. ખરેખર આ એક દુઃખદ વાત છે કે ચીન પક્ષે ઓલિમ્પિક જેવી ઇવેન્ટને રાજકારણનો મુદ્દો કરવાનું પસંદ કર્યું છે. હું જણાવવા માંગુ છું કે ભારતીય દૂતાવાસમાં અમારા પ્રભારીઓ બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિકના ઉદઘાટન અથવા સમાપન સમારોહમાં ભાગ નહીં લે.

ગલવાન ખીણમાં થયેલ સૈન્ય સંઘર્ષમાં સામેલ સૈનિકોમાંથી એકને બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિક ૨૦૨૨ના મશાલચી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અમેરિકાએ પણ આ માટે ચીનની આકરી નિંદા કરી છે અને આ પ્રકારની કાર્યવાહીને શરમજનક ગણાવી છે.

ભારતીય સૈનિકો સાથેની અથડામણમાં ઘાયલ થયેલા એક ચીની સૈન્ય અધિકારીને બેઇજિંગ ઓલિમ્પિક માટે મશાલચી બનાવવાના ચીનના ર્નિણયની શક્તિશાળી યુએસ સેનેટ ફોરેન રિલેશન્સ કમિટીના ટોચના ધારાસભ્યએ નિંદા કરી છે. યુએસ સેનેટ ફોરેન રિલેશન્સ કમિટીના રેન્કિંગ મેમ્બર જિમ રિશે ટ્‌વીટ કર્યું, “તે શરમજનક છે કે બેઇજિંગે ૨૦૨૨ ઓલિમ્પિક માટે સૈન્ય કમાન્ડનો ભાગ હોય તેવા ટોર્ચબેરરને પસંદ કર્યા.

આ સૈનિકે ૨૦૨૦ માં ભારતના સૈન્ય જવાનો પર હુમલો કર્યો હતો અને ઉઇગુર વિરુદ્ધ નરસંહાર કરી રહ્યો છે. અમેરિકા ઉઇગુરની સ્વતંત્રતા અને ભારતના સાર્વભૌમત્વને સમર્થન આપવાનું ચાલુ રાખશે. ચીની સેનાના રેજિમેન્ટલ કમાન્ડર ક્વિ ફાબાઓને મશાલચી બનાવવામાં આવ્યા છે.

ફાબાઓ પીએલએના શિનજિયાંગ મિલિટરી કમાન્ડના રેજિમેન્ટલ કમાન્ડર છે. ૧૫ જૂન ૨૦૨૦ ના રોજ ગલવાન ખીણમાં સૈન્ય સંઘર્ષ દરમિયાન તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ચીનની બાબતો અંગે બારીકાઈથી જનર રાખનારા નિરીક્ષકો કહે છે કે આ પગલું એ સ્પષ્ટ સંકેત છે કે બેઇજિંગ ગેમ્સનું રાજનીતિકરણ કરવામાં આવ્યું છે. ગાલવાન ખીણમાં થયેલી અથડામણમાં ચીનને સૈન્ય જાનમાલનુ ઘણું નુકસાન થયું હતું. તેના લગભગ ૪૦ સૈનિકો માર્યા ગયા હતા. ચીને પોતાના ઈજાગ્રસ્ત સૈનિકોને લાંબા સમય સુધી છુપાવીને રાખ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.