Western Times News

Gujarati News

ચોરીના લેપટોપ તથા મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી પાડતી LCB ખેડા

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે પરીણામલક્ષી કામગીરી કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને પો.ઇન્સ. એ.વી.પરમાર એલસીબી ખેડા – નડીયાદ નાઓની સુચના મુજબ પો.સબ.ઇન્સ ડી.બી.કુમાવત

તથા એલસીબી સ્ટાફના હેડકો મહાવિરસિંહ , મહેશભાઇ તથા રાજુભાઇ તથા પોકો રણજિતસિંહ વિગેરે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો નડીયાદ ટાઉન પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેઙકો . કનકસિંહ તથા હેઙકો મહાવીરસિંહ નાઓને મળેલ સંયુક્ત બાતમી આધારે નડીયાદ ખોડીયાર ચોકડી

પાસેથી અજયભાઇ સ / ઓ ગણેશભાઇ સીતારામ મરાઠી રહે રેલવે સ્ટેશન પાછળ છાપરામા નડીયાદ , તા.નડીયાદ જી.ખેડા નાઓની પાસેની કાળા કલરની બેગમાથી એક એસર કંપનીનું લેપટોપ કીમંત રુપિયા- ૧૦,૦૦૦ / – તથા ઓપો કંપનીના મોબાઇલ ફોન ૨ કીમત રુપિયા ૮,૦૦૦ / – મળી કુલ્લે રૂ . ૧૮૦૦૦ / – ની સાથે ઝડપી પાડી સદરહું લેપટોપ તથા મોબાઇલ ફોન બાબતે જરૂરી પુરાવા માંગતા તેની પાસે નહી હોવાનુ જણાવી ગલ્લા તલ્લા કરતો હોય

જેથી સદર લેપટોપ તથા મોબાઇલ ફોન શંકાસ્પદ જણાઇ આવતા સદરી ઇસમને સી.આર.પી.સી. કલમ ૪૧ ( ૧ ) ડી , મુજબ પકડી અટક કરી સદરહું વાહનની કિ.રૂ. ૧૮,૦૦૦ / ના મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરી સદરહું ઇસમને સી.આર.પી.સી. કલમ ૪૧ ( ૧ ) ડી મુજબ પકડી અટક કરેલ .

સદરી પકડાયેલ ઇસમની ઘનિષ્ટ પુછપરછ દરમ્યાન આ પકડાયેલ લેપટોપ તથા મોબાઇલ ફોન આજથી આશરે ૧૫-૨૦ દિવસ પહેલા મહેમદાવાદ પો.સ્ટે હદ વિસ્તારમાં આવેલ વરસોલા ચોકડી ખાતે આવેલ દવાખાનામાથી ચોરેલ કરેલાની હકીકત જણાતા ખરાઇ કરતા સદર લેપટોપ

તથા મોબાઇલ ફોન મહેમદાવદ પો.સ્ટે પાર્ટ – એ ગુ.ર.નં .૧૧૨૦૪૦૪૧૨૨૦૧૦૭ / ૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૭૯,૧૧૪ મુજબના ગુનાના કામે ચોરાયેલ હોવાનુ જણાઇ આવેલ . આમ , એલ.સી.બી. ખેડા – નડીયાદ દ્વારા ખેડા જીલ્લાના મહેમદાવાદ પો.સ્ટેનો ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢવામાં સફળતા મળેલ છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.