Western Times News

Gujarati News

નવરાત્રીના નવલા નોરતાનો છેલ્લો દિવસ ખેલૈયાઓ આજે મન મુકીને ગરબે ઘુમશે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ :
નવરાત્રીના નવલા ૯ દિવસનો આજે છેલ્લો દિવસ, ખેલૈયાઓ માટે ગરબે ઝુમવા માટેનો ઉત્સાહ થનગની રહ્યો છે. નવરાત્રીના પહેલાં બે દિવસ વરસાદ વિલન બન્યો હતો. પરંતુ ખેલૈયાઓની મા શક્તિની ગરબા તથા રાસથી આરાધના કરવાનો જુસ્સો સહેજ ઉપર ઓછો થયો નહોતો. શહેરના પ્લોટો તથા શેરીઓમાં ઉત્સાહ, આનંદ વચ્ચે ગરબા રમાતા હતા. ગરબે ઘુવા અવનવા પહેરવેશો પરિધાન કરતા ખેલૈયાઓને જાવાનો પણ એક લહાવો છે.

મેઘધનુષ્યના સપ્ત રંગોને પણ ઝાંખા પાડી દે એવા રંગબેરંગી દ્રષ્યો ૮ દિવસ જાવા મળ્યા હતા. ગાયકો પણ માતાની ભક્તિથી  રંગાયેલા જાવા મળતા હતા. આજે છેલ્લો દિવસ, ખેલૈયાઓમાં પણ આજે ખુબ ઉત્સાહથી ગરબે ઘુમશે અને મા અંબા સાથે જ ધરતી પર ગરબા ખેલવા ન આવ્યા હોય તેમ જાવા મળશે. કર્ણાવતી તથા રાજ્પથ કલબમાં આ વખતે ખેલૈયાઓનો ઉત્સાહ પણ ભારે જાવા મળતો હતો.

આ વખતે આતંકીઓના હુમલો ગમે ત્યાં અને ગમે ત્યારે કરે એવો ભય હોવા છતાં પણ ખેલૈયાઓના ચહેરા પર ક્યાંય ભય જણાતો નહોતો. અને નિર્ભય બની માતાજીના ગરબે ઘુમતો જાવા મળ્યા હતા. ગરબે રમતા ખેલાડીઓ તથા જાવા આવનાર લોકોની સુરક્ષા માટે કડક ચેકીંગ તથા કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી.

આ ઉપરાંત મહિલાઓની છેડતી ન થાય એ માટે મહિલાઓની ખાસ ટીમ બનાવવામાં આવી છે. જે રસ્તાના રોમિયોને પકડી શકે તથા બહેનોની સુરક્ષા પણ જળવાય. નોરતાનો આજે છેલ્લો દિવસ ‘પાવાગઢંથી ઉતરીયા મા કાલીકા’ સાથે જ મા આજે ગરબે રમવા આવશે તથા અનેક ચોક (પ્લોટો)માં આવી જુદા જુદા સ્વરૂપે રમશે એવી આસ્થા તથા શ્રધ્ધા સાથે ખેલૈયાઓ ગરબે ઘુમશે. તથા કેસરીયો રંગ દર્શકોને જરૂર લગાડશે.ે જી.એમ.ડી.સી. મેદાનમાં રમતા ગરબાઓ પણ રંગ રાખશે.

વેશ પરિધાન સાથે રમતા ખેલૈયાઓ સંગીત તથા ગાયકના સુત્રો સાથે ખેલતા ખેલૈયાઓ આજે બરોબર ઝુમશે. નવરાત્રીનો આજે છેલ્લો દિવસ હોવાથી સવારથી જ ભદ્રકાળી માતાએ દર્શનાર્થે ભાવિકભક્તોની ભારે ભીડ જાવા મળી હતી. કાલુપુર ધનાસુથારની પોળમાં આવેલા અંબાજીનો શણગારના દર્શન કરવા લોકો ઉમટ્યા હતા. ગઈકાલે આઠમના હવન પ્રસંગે પણ શ્રધ્ધા ળુઓ દર્શનાર્થે આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.