Western Times News

Gujarati News

ફિલ્મ પુષ્પા ઈફેક્ટઃ 2.45 કરોડનું લાલચંદનની તસ્કરી કરતો શખ્સ ઝડપાયો

સાંગલી, મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં પુષ્પા સ્ટાઈલથી લાલ ચંદનની ચોરી કરવાની ઘટના સામે આવી છે. આરોપીએ પુષ્પા ફિલ્મથી પ્રેરિત થઈને આ ગેરકાયદેસર ધંધો શરૂ કર્યો હતો. અહીં પોલીસને એક એવી ટ્રક મળી છે જેમાં છુપાઈને 2 કરોડ 45 લાખનું લાલ ચંદન લઈ જવામાં આવતું હતું. સાંગલી પોલીસ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના એક જોઈન્ટ ઓપરેશન દ્વારા આ ટ્રક પકડવામાં આવી છે. આ આરોપીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

પોલીસે જણાવ્યું કે, અમને માહિતી મળી હતી કે યાસીન ઈનાયથુલ્લા નામનો આરોપી કર્ણાટક- આંધ્રી સીમાથી મહારાષ્ટ્ર જઈ રહ્યો છે. પોલીસને પહેલેથી માહિતી મળી ગઈ હતી કે આ ટ્રકમાં લાલ ચંદન લઈ જવામાં આવે છે. તેથી આરોપી સાંગલી પહોંચતા જ મેરાજ નગર પાસે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસે 10 લાખની ટ્રકની સાથે 2.45 કરોડ રૂપિયાનું લાલ ચંદન પણ જપ્ત કરી લીધું છે.

પોલીસે જણાવ્યું કે, દરોડા દરમિયાન અમે એક વાહન જપ્ત કર્યું છે અને આરોપીની ધરપકડ કરી લીધી છે. અમે 2.45 કરોડ રૂપિયાનું અંદાજે 1 ટન લાલ ચંદન જપ્ત કર્યું છે. અમે આઈપીસીની કલમ 379, 34 અને ફોરેસ્ટ એક્ટની અમુક કલમ હેઠળ ફરિયાદ નોંધી લીધી છે. અધિનિયમ પણ લાગુ કરવામાં આવ્યો છે.

ફિલ્મ પુષ્પામાં હિરો અલ્લુ અર્જૂન ટ્રકમાં લાલ ચંદનની તસ્કરી કરતો જોવા મળે છે. ફિલ્મથી પ્રેરિત થઈને યાસીને પણ પહેલાં ટ્રકમાં ચંદન ભર્યું હતું અને તેની ઉપર ફળ અને શાકભાજીના બોલ્ક મુક્યા હતા. ટ્રક પર તેણે કોવિડ-19 આવશ્યક ઉત્પાદકોનું સ્ટીકર પણ લગાવ્યું હતું. આમ, આરોપીએ પોલીસને ગેરમાર્ગે દોરવાની બધી તૈયારીઓ કરી લીધી હતી તેમ છતાં તે પકડાઈ ગયો છે. યાસીને કોઈ પણ પોલીસ પરેશાની વગર કર્ણાટક સીમા તો પાર કરી લીધી પરંચુ મહારાષ્ટ્ર પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. હવે પોલીસ તેની પાછળના નેટવર્કની તપાસ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.