Western Times News

Gujarati News

કેન્દ્ર સરકારે નીટ પીજી ૨૦૨૨ની પરીક્ષા સ્થગિત કરી દીધી

નવીદિલ્હી, નીટ પીજી પરીક્ષાને લઈને સરકારે મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે નીટ પીજી ૨૦૨૨ની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. સરકારે જણાવ્યું છે કે પરીક્ષા ૬ થી ૮ અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પરીક્ષા ૧૨ માર્ચે યોજાવાની હતી.

આજે નીટ પીજી પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની હતી. ઘણા વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે નીટ પરીક્ષા હાલ પૂરતું સ્થગિત કરવી જાેઈએ. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ સૂર્યકાંતની બેંચ આ અરજી પર સુનાવણી કરશે.

અરજદારોએ તેમની અરજીમાં મેડિકલ ઇન્ટર્નશિપનો ઉલ્લેખ કર્યો હતો. ઘણા વિદ્યાર્થીઓએ તેમની ઇન્ટર્નશિપ પૂર્ણ કરી નથી. તેમણે કહ્યું કે, એક સાથે બે બેચને બધી બેઠકો કેવી રીતે પૂરી પાડી શકાય. એટલા માટે ૧૨મી માર્ચે પરીક્ષા લેવાનું યોગ્ય નથી.

ઉલ્લેખનીય છે કે લાંબા આંદોલન અને પ્રદર્શન બાદ નીટ પીજીનું કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ છે, જે વારંવાર સ્થગિત કરવામાં આવી રહ્યું હતું. જેના કારણે રેસિડેન્ટ ડોકટરો ઘણા દિવસો સુધી હડતાળ પર ઉતરી ગયા હતા અને મોરચો કાઢ્યો હતો. જે બાદ આખરે હવે કાઉન્સેલિંગ શરૂ થયું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.