Western Times News

Gujarati News

બી.જે. મેડીકલ કોલેજના ધાબા પરથી દારૂની બોટલો મળી

સમગ્ર સિવિલ હોસ્પિટલમાં  ભારે ચકચાર : દારૂની મહેફિલ યોજાઈ હોવાની આંશકા

(પ્રતિનિધિ) અમદાવાદ : એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલના  છેલ્લા ઘણા સમયથી સતત વિવાદમાં રહે છે આ દરમિયાનમાં સિવિલ હોસ્પિટલના  કેમ્પસમાં આવેલી બી.જે. મેડીકલ કોલેજના ધાબા પરથી વિદેશી દારૂની બોટલ મળી આવતા ભારે હોબાળો મચી ગયો છે આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ધાબા પર દારૂની પાર્ટી યોજાઈ હોય તેવી મનાઈ રહયું છે જાકે આ પાર્ટીમાં કોણ કોણ હાજર હતું તે અંગે ખાનગીરાહે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલના માં આવેલી બી.જે. મેડીકલ કોલેજમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા છે શહેરમાં પ્રવર્તમાન રોગચાળાની પરિસ્થિતિમાં  અમદાવાદ સિવિલ  હોસ્પિટલના માં દર્દીઓનો ભારે ધસારો જાવા મળી રહયો છે આ દરમિયાનમાં બી.જે. મેડીકલ કોલેજના ધાબા પરથી કોઈ વ્યક્તિને દારૂની બોટલો મળી આવતા આ અંગે તાત્કાલિક સત્તાવાળાઓને જાણ કરી હતી વિદેશી દારૂની બોટલ મળવાની ઘટનાથી હોસ્પિટલના સત્તાવાળાઓ એલર્ટ બની ગયા છે ધાબા પર દારૂની મહેફિલ યોજાઈ હોય તેવુ મનાઈ રહયું છે

આ અંગે પોલીસે પણ તપાસ શરૂ કરી છે અને સિવિલ હોસ્પિટલના માં લગાવવામાં આવેલા સીસી ટીવી કેમેરાના કુટેજ પણ મેળવવામાં આવનાર છે આ ઘટના સમગ્ર સિવિલ હોસ્પિટલના માં સવારથી જ ભારે ચર્ચાસ્પદ બની છે પોલીસે ખાનગીરાહે તપાસ શરૂ કરી છે બીજીબાજુ વિદ્યાર્થીઓમાં પણ આ ઘટનાને લઈ અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે ધાબા પર દારૂની બોટલ કઈ રીતે મળી તે માટે હવે હોસ્પિટલના સત્તાવાળાઓ પણ સતર્ક બન્યા છે અને વિદ્યાર્થીઓની પુછપરછ કરવામાં આવે તેવુ પણ મનાઈ રહયું છે.

શહેરની મહત્વની સિવિલ હોસ્પિટલના માં બી.જે. મેડિકલ કોલેજના ધાબા પરથી પ૦થી વધુ દારૂની ખાલી બોટલો મળી આવી છે જેના પરથી સ્પષ્ટ થાય છે કે અહીંયા નિયમિત રીતે વિદેશી દારૂની મહેફિલ યોજાય છે સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ કેટલાક લોકો નિયમિત દારૂ પીવે છે અને ત્યારબાદ બોટલોને ધાબા પર ફેંકી દેવામાં આવે છે

શહેરમાં વકરેલા રોગચાળાના પગલે સફાઈ ઝુંબેશ દરમિયાન બી.જે. મેડીકલ કોલેજના ધાબા પરથી વિદેશી દારૂની બોટલો ઉપરાંત ગંદકીના ઢગ જાવા મળ્યા છે. જેના પરિણામે હવે પોલીસ પણ સતર્ક બની છે સફાઈ કરતા કર્મચારીઓની પણ પુછપરછ શરૂ કરવામાં આવી છે. મેડીકલ કોલેજના ધાબા પરથી વિદેશી દારૂની બોટલો મળી એ ચિંતાનો વિષય બની ગયો છે. બીજીબાજુ પોલીસે પણ હવે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.