Western Times News

Gujarati News

દશેરાએ રાવણ દહનની સાથે આપણામાં રહેલા દોષોનું દહન કરવું જાઈએ : સાધુ પ્રેમવત્સલદાસજી

કુમકુમ મંદિર ખાતે દશેરાએ ભગવાનને  શસ્ત્રો ધરાવામાં આવશે

અમદાવાદ: તા. ૭ ઓકટોમ્બર ને સોમવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ- મણિનગર ખાતે શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં યુવાનોની સત્સંગ સભા યોજાઈ હતી. આ પ્રસંગે દશેરા અંગે શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ ના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું છે કે, રાવણનાં દશ મસ્તક છેદી રામે દશેરાના દિવસે વિજય પ્રાપ્ત કર્યો તેથી દશેરા ઉજવાય છે.

કુમકુમ મંદિર ખાતે યુવાનોની સત્સંગ સભા યોજાઈ

દશેરાના દિવસે વર્ષોથી ઠેર – ઠેર રાવણનું દહન કરવામાં આવે છે. આપણે રાવણદહન જાઈને ખુશ થઈએ છીએ
પણ તે રાવણ આપણામાં તો થોડા કે વધુ અંશે વસી રહયો નથી ને તેની તપાસ કરવાની જરૂર છે. હિંસા, વ્યભિચાર, ચોરી, કોઈનું અણહકકનું પડાવી લેવાની બદદાનત, આદિ દૂષિતભાવો જા પેદા થતા હોય તો તેનો મતલબ એ થયો કે, તે માણસમાં ઉંડે-ઉંડે રાવણ જીવી રહયો છે.

માટે અનીતિ, અત્યાચાર, કટુનીતિ, બળાત્કાર જેવો દોષોને – અવગુણોને હટાવીને નીતિ, નિયમ, વ્રત, સદાચાર, સદ્‌ભાવના અને પ્રેમના બીજનું વાવેતર કરીને કુટુંબ, સમાજ અને રાષ્ટ્રને અંધકારમાંથી ઉજાશ તરફ લઈ જવાનો ભગીરથ સંકલ્પ આપણે આજના દિવસે કરવો જાઈએ. તો જ આપણે ખરા અર્થમાં દશેરા ઉજવી કહેવાશે. તા. ૮ ને મંગળવાર ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને દશેરા હોવાથી તલવાર,બંદૂક, ઢાલ, કટાર આદિ શસ્ત્રો ના વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.