Western Times News

Gujarati News

સાવરકુંડલામાં બે મહિલાઓ પર એસિડ એટેક: બેમાંથી એક સગર્ભા

પ્રતિકાત્મક

સાવરકુંડલા, કોરોનાકાળ વચ્ચે અમરેલીમાં એસિડ એટેકની ઘટના સામે આવતાં હડકંપ મચી ગયો છે. સાવરકુંડલમાં મહિલા પર એસિડ એટેક થયો છે. બાઇક સવાર યુવકોએ એસિડ હુમલો કર્યો હતો. રસ્તા પર જતી બે મહિલા પર એસિડ એટેક કર્યો હતો. બે મહિલામાંથી એક મહિલા ગર્ભવતી હોવાનું પણ સામે આવ્યુ છે. તેમજ એસીડ એટેક શા માટે કરવામાં આવ્યો તેને લઈને ભારે તર્ક વિતર્ક શરુ થયા છે.

મળતી માહિતી અનુસાર, અમરેલી જીલ્લાના સાવર કુંડલામા બે રાહદારી મહિલાઓ જઈ રહીં હતી ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકો તેના પર એસીડ ફેંકી ફરાર થઇ ગયા હતા. સારા જાહેર આ ઘટના બનતા રાહદારીઓનાં ટોળે ટોળા ઉમટી પડ્યાં હતા.

બે માંથી એક મહિલા ગર્ભવતી હોવાની પ્રાથમિક માહિતી છે. રસ્તા પર એકત્રિત થયેલા રાહદારીઓએ તુરંત જ ૧૦૮ બોલાવી બંને મહિલાઓને હોસ્પિટલ પહોચાડવા તજવીજ કરી હતી. નાના એવા સવાર કુંડલામાં વાત વાયુવેગે પ્રસરી જતા ઘટનાના કારણ અંગે ભારે ચર્ચા થઇ રહી છે.

સ્થાનિક કક્ષાએ આ ઘટનાએ લોકોમાં ચકચાર જગાવી છે. ગુજરાતમાં એસિડ ખરીદી પર પ્રતિબંધ છે. આમ છતા આરોપીને એસિડ કેવી રીતે મળ્યો અને તેમણે કયા કારણોસર આ હુમલો કર્યો એ અંગે ઘણા સવાલો ઊભા થઇ રહ્યા છે.

સાવર કુંડલામાં વાત વાયુવેગે પ્રસરી જતા ઘટનાના કારણ અંગે ભારે ચર્ચા થઇ રહી છે. તો પોલીસે પણ જ્યાં ઘટના બની તે સ્થળની આસપાસના સીસીટીવી ચકાસવાની કામગીરી, ઘટનાસ્થળ આસપાસના લોકોની પુછપરછ શરુ કરી છે. તો બંને ઇજાગ્રસ્ત મહિલાઓ હાલ સારવાર હેઠળ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.