Western Times News

Gujarati News

પંજાબ વિધાનસભા ચૂંટણી: દેવ ડી ફેમ માહી ગિલ ભાજપમાં જોડાયા

નવી દિલ્હી, પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ કેટલાક એવા ચહેરાઓને પણ પાર્ટીમાં સામેલ કરવા ઈચ્છે છે જેઓ પ્રસિદ્ધ હોય. આવું જ એક નામ છે અભિનેત્રી માહી ગિલ. દેવ ડીમાં કામ કરીને પોતાનું નામ બનાવનારી અભિનેત્રી ભાજપમાં જોડાઈ ગઈ છે.

ગયા વર્ષે ડિસેમ્બરમાં તેઓ કોંગ્રેસના કાઉન્સિલર ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા હતા. પ્રચાર કરતી વખતે તેમણે ઉમેદવારને પોતાનો મિત્ર જણાવ્યો હતો અને એમ પણ કહ્યું હતું કે, તે અત્યારે રાજકારણમાં જોડાવાનું નથી વિચારી રહી.

માહી ગિલ સિવાય પંજાબી એક્ટર કમલ ધાલીવાલ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. પંજાબ ચૂંટણીમાં ભાજપના પ્રભારી ગજેન્દ્ર સિંહ શેખાવતની હાજરીમાં બંને કલાકારો ભાજપમાં જોડાયા હતા. ગિલે જણાવ્યું કે, ‘હું છોકરીઓ માટે કંઈક કરવા માંગુ છું. હું છોકરીઓને લગતા મુદ્દા ઉઠાવવા માંગુ છું. હવે મને મારું કામ કરવા માટેનું માધ્યમ મળી ગયું છે.’

માહી ગિલે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કરીને પોતાનું નામ બનાવ્યું છે. રણવીર સિંહ અને ગોવિંદા સાથે ‘હે બ્રો’, સલમાનની સાથે દબંગ-3, સાહેબ બીવી અને ગેંગસ્ટર, બુલેટ રાજા, સાહેબ બીવી અને ગેંગસ્ટર 3 અને ગેંગસ્ટર રિટર્ન જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.