Western Times News

Gujarati News

ખોખરાબ્રિજની ગોકળગાયની ગતિથી કામગીરીથી પ્રજા ત્રાહિમામ

કંટાળેલા નાગરીકો પશ્ચિમ વિસ્તારમાં ભાડે રહેેવા લાગ્યા હોવાનો દાવો

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ઘણી વખત વિકાસના કામમાં થતાં વિલંબને કારણે પણ પ્રજા હેરાનપરેશાન થતી હોય છે. ખોખરા રેલ્વે ઓવરબ્રિજ એક સમસ્યારૂપે આકાર લઈ રહ્યો છે. રોજબરોજ અવરજવર કરતા હજારો લોકોને માટે અહીંથી નીકળવુ મુશ્કેલ થઈ ગયુ છે.

આ અંગે માહિતી આપતા આ વિસ્તારના સામાજીક અગ્રણી જ્યોર્જ ડાયસનુૃ કહેવુે છે કે ર૦૧૮માં જાહેરાત કરાઈ હતી કે માત્ર દોઢ વર્ષમાં જ બ્રિજનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે. પરંતુ આ કામને આજે ચાર-ચાર વર્ષ જેટલો સમય વિતવા છતાંય કશું પરિણામ આવ્યુ નથી.

હજુ ત્રણ મહિના થશે એમ કહેવાય છે. પરંતુ એક વર્ષ જેટલો સમય થઈ જશ એવું અનુમાન છે. પૂર્વ્‌ વિસ્તારને જાેડતા આ રોડ પરથી હજારો વાહનચાલકો નીકળે છે. પરંતુ મોટેેભાગે લોકો અડધોે કલાક સુધી ચક્કાજામમાં જ ફસાઈ જાય છે. ચીમનભાઈ બ્રિજ ખુબજ ઝડપથી પૂર્ણ થઈ ગયો તો પછી ખોખરા બ્રિજના સંદર્ભમાં પૂર્વ વિસ્તાર પ્રત્યે ઓરમાયુ વર્તન શાને માટે?? શાસકો બધુ રેલ્વે પર ઢોળી દે છે.

અહીંયા પસાર થતાં હજારો લોકોને સારંગપુર અગર તો અલ જી બ્રિજ થઈને જવુ પડતું હોવાથી સમય તો વેડફાય છે પણ સાથે સાથે આર્થિક રીતે પણ બોજાે પડે છે. ટ્રાફિક જામની સમસ્યાથી નાગરીકો ત્રાહિમામ પોકારી ગયા છે. બીજી તરફ પેટા કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ થતુ નથી. પરિણામે તેની કામગીરી પર અસર થાય છે. ખોખરા બ્રિજની કામગીરીમાં ખુબ જ વિલંબ થઈ રહ્યો છે. જે કામ દોઢ-બે વર્ષમાં પૂૃર્ણ થાય એવો અંદાજ હતો તેની પાછળ ચાર ચાર વર્ષ થઈ ગયા છે. તે છતાં હજુ પણ ત્રણ -ચાર મહિના થશે તેમ જાણવા મળી રહ્યુ છે. પણ ઓછામાં ઓછુ એક વર્ષ જેટલો સમયગાળો થઈ શકે છે.

ખોખરા બ્રિજની કામગીરી ગોકળગાયની ગતિથી ચાલતી હોવાથી નાગરીક તોબા પોકારી ગયા છે.ટ્રાફિક જામ સહિતની સમસ્યાઓ થી લોકો પણ પશ્ચિમ વિસ્તારમાં ભાડે મકાન લઈને ત્યાં જ રહેવાનું મુનાસિબ માન્યુ છે. નોકરીયાત-વેપારી વર્ગે ખોખરા બ્રિજની કામગીરી ઝડપથી પૂૃણ થાય એવુૃ ઈચ્છી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.