Western Times News

Gujarati News

ભરૂચમાં ૧૦૦૦ વર્ષ જૂનું ખોડિયાર મંદિર આજે પણ વિકાસથી વંચિત

આજે પણ આ મંદિરમાં પ્રાચીન ત્રિશુલ,તલવાર અને સાથે નવઘણના દાદાના પ્રતીક રૂપે સદીઓ જૂનો પથ્થરનો દડો તેમજ રા’નવઘણની તકતિ જાેવા મળે છે અને આ તકતીમાં મંદિરની સ્થાપના સંવત ૧૧૬૧માં થયો હોવાનો ઉલ્લેખ કરાયો છે.

(પ્રતિનિધિ)) ભરૂચ, ભરૂચ જીલ્લામાં અનેક ઐતિહાસિક ધરોહર આવેલી છે અને સરકારે મોટા ઉપાડે ઐતિહાસિક ધરોહરોને વિકાસના નામે કરોડો રૂપિયાનું આંધણ કરાયું છે.પરંતુ આજે પણ ઐતિહાસિક ધરોહર ધરાવતા ધાર્મિક સ્થળો વિકાસથી વંચિત રહ્યા છે.તેવુંજ એક મંદિર ૧૦૦૦ વર્ષથી સ્થાપિત ખોડિયાર મંદિર ભરૂચમાં આવેલું છે

અને આ મંદિરમાં એક વિશાળ ભોંયરું આવેલું છે.જે જૂનાગઢ સુધી નીકળતું હોવાનું લોકવાયકા રહેલું છે આ મંદિર સમગ્ર ગુજરાત વાસીઓ માટે એક આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે.ત્યારે સરકાર પણ આ મંદિરને વિકસિત કરવા માટેના પ્રયાસો કરે તે પણ જરૂરી છે.

ભરૂચ જીલ્લામાં અનેક ધાર્મિક સ્થળો ઐતિહાસિક વારસો ધરાવે છે.તેમનું એક ધાર્મિક મંદિર ખોડિયાર માતાજી નું મંદિર ભરૂચના જુના સિવિલ હોસ્પિટલ નજીક આવેલું છે અને એક હજાર વર્ષ પહેલા આ વિસ્તાર આહીર સમાજ અને ભરવાડ સમાજ ના ૧૫૦૦ પરિવાર થી આ વિસ્તાર ધમધમી રહ્યો હતો

અને જે તે સમયે જૂનાગઢ થી આવેલા રાજા ના પુત્ર રાનવઘણ ના હસ્તે સંવત ૧૧૬૧ સાલમાં મંદિરમાં માતાજીની સ્થાપના કરવામાં આવેલી હતી અને જે તે વખતના રાજા જૂનાગઢ જવા માટે ટૂંકો રસ્તો રૂપી એક ભોંયરું હતું.જે ભોયરા માંથી સીધે સીધું જૂનાગઢ પહોંચી જવાતું જે ભોંયરું આજે પણ હયાત રહેલું છે અને ભોંયરાના પ્રવેશ દ્વાર પર મહાદેવનું સ્થાપન કરી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે.

ભરૂચના માલધારી સમાજના આગેવાન જીણા ભરવાડે મંદિરની ઐતિહાસિક વર્ષ અંગે જણાવ્યું હતું કે આ મંદિર ઐતિહાસિક વારસો ધરાવે છે.પરંતુ આ મંદિરને વિક્સિત કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે.આ મંદિરે આજે પણ કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર અને અન્ય જીલ્લાઓ માંથી પણ હજારો દર્શનાર્થીઓ માટે આસ્થાનું કેન્દ્ર છે

અને આ મંદિર નજીક હજારો વર્ષ પહેલા ૧૫૦૦ થી વધુ ભરવાડ અને આહીર સમાજના પરિવારો વસવાટ કરતા હતા અને આ વિસ્તારમાં અનેક સરકારી કચેરીઓ જેવી કે સિવિલ હોસ્પિટલ પણ ધમધમી રહી હતી.પરંતુ આજે માતાજીનું ખોડિયાર મંદિર રહેલું છે અને આસપાસનો વિસ્તાર ખંડેરમાં ફેરવાઈ રહ્યો છે.ત્યારે આજે પણ માતાજીનું આ મંદિર વિકાસથી વંચિત રહ્યું છે

જાે કે આ મંદિરમાં રા’નવઘણે કુળદેવી ખોડિયારમાંની કૃપાથી ભરૂચ દુર્ગના કાનમેલ કોઠા ઉપર થી દડો કુદાવી દીધો હતો.તે પ્રસંગની કાયમની યાદ જાળવવા નવઘણે દુર્ગ અંદર સાતેય બહેનો સાથે ખોડિયાર માતાજીની સ્થાપના કરી હતી.

આજે પણ આ મંદિરમાં પ્રાચીન ત્રિશુલ,તલવાર અને સાથે નવઘણના દાદાના પ્રતીક રૂપે સદીઓ જૂનો પથ્થરનો દડો તેમજ રા’નવઘણની તકતિ જાેવા મળે છે અને આ તકતીમાં મંદિરની સ્થાપના સંવત ૧૧૬૧માં થયો હોવાનો ઉલ્લેખ કરાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.