Western Times News

Gujarati News

રશિયાની જળસીમામાં ઘૂસી અમેરિકાની એક સબમરીન

પ્રતિકાત્મક

અમેરિકા અને રશિયા બન્ને દેશો આમને સામને આવી રહ્યા હોવાની ખબરો વચ્ચે લોકો વધારે ચિંતિત થઈ રહ્યા છે

વોશિંગટન, યુક્રેનને લઈને દુનિયાની બે મહાશક્તિશાળી અમેરિકા અને રશિયા હાલત ઘણી તણાવપૂર્ણ બની ગઈ છે. રશિયા અને અમેરિકા વચ્ચે જ્યાં યુરોપના પશ્ચિમ ભાગને ઘરેવાની કામગીરી ચાલી રહી છે, જ્યારે બાઈડનની સેનાએ હવે પૂર્વ ભાગ પર પણ પોતાની હરકત તેજ કરી છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની રશિયાના યુક્રેન પર હુમલાની ચેતવણી વચ્ચે અમેરિકાની સેનાની પરમાણુ સબમરીન રશિયાના જળસીમામાં ઘૂસી ગઈ છે. જેના કારણે રશિયા ભડકી ગયું છે અને બન્ને દેશો વચ્ચેના સંબંધથી કોલ્ડ વોર તરફ આગળ વધતા દેખાઈ રહ્યા છે. જેના કારણે ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો વધી રહ્યો છે.

રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે અમેરિકાની વર્જિનિયા ક્લાસની પરમાણુ સબમરીન તેની જળસીમામાં ઘૂસી છે. જ્યારે રશિયાના યુદ્ધ જહાજે અમેરિકાની સબમરીનને પાણીની સપાટી પર આવવા માટે કહ્યું તો તેણે મેસેજ મળ્યો જ ના હોય તેવું વર્તન કર્યું.

એ પછી રશિયાની નૌસેના અમેરિકાની સબમરીન સામે વિશેષ કાર્યવાહી કરી છે. રશિયાની નૌસેનાની આ હરકત પછી અમેરિકાની સબમરીન તાત્કાલિક ઝડપથી રશિયાના દરિયાઈ વિસ્તારમાં ભાગી ગઈ. આ ઘટનાથી ભડકેલા રશિયાએ અમેરિકાના સંરક્ષણને જાણ કરી અને આ પ્રકારની ઘટના અને સજાગ કર્યું.  અમેરિકાએ રશિયાના આ આરોપોને ફગાવ્યા છે.

રશિયાના મીડિયા મુજબ અમેરિકાની સબમરીનની આ ઘૂસણખોરી કુરીલ દ્વીપ સમૂહ પાસે જાેવા મળી જે જાપાનની સાથે આવેલી છે. રશિયાનું સૈન્ય આ સમયે આ વિસ્તારમાં સૈન્ય અભિયાસ કરી રહ્યું છે. આ દ્વીપ પર દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી રશિયાએ કબજાે કરી લીધો હતો પરંતુ જાપાન તેના પર દાવો કરે છે. અમેરિકા પોતાની વર્જીનિયા ક્લાસ સબમરીનનો ઉપયોગ મોટાભાગે એન્ટી સબમરીન યુદ્ધ અને ઈન્ટેલિજન્સ માહિતી એકઠી કરવા માટે કરે છે

આ બધા વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જાે બાઈડને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનને લભગ ૬૨ મિનિટ સુધી ચાલેલી વાતચીત બાદ જાેરદાર કાર્યવાહીની ચેતવણી આપી હતી.

બાઈડને રશિયાની ચેતવણી આપી પરંતુ યુક્રેન પર આક્રમણ કરે તો અમેરિકા અને તેના સહયોગી મજબૂતાઈ સાથે જવાબ આપશે, જેની ભારે કિંમત ચૂકવવી પડશે. બાઈડને પુતિનને કહ્યું, આક્રમણનું પરિણામ વ્યાપક માનવીય પીડા હશે અને રશિયાની છબી ખરાબ થશે.

સાથે બાઈડને પુતિનને એ પણ કહ્યું કે અમેરિકા યુક્રેન પર કૂટનીતિ ચાલુ રાખશે, પરંતુ અન્ય પરિદૃશ્યો માટે પણ સમાન રીતે તૈયાર છે. અમેરિકાએ પોતાના હજારો સૈનિકોને પોલેન્ડ અને રશિયા સાથે જાેડાયેલા નાટો દેશોમાં તૈનાત કર્યા છે.

પરમાણુ શક્તિથી ચાલતી ફાસ્ટ અટેક વર્જીનિયા ક્લાસની સબમરીન ટોમહૉક ક્રૂઝ મિસાઈલો ધરાવે છે. સ્ટીલ્થ ફીચર ધરાવતી હોવાથી દુશ્મનોના રડાર આ સબમરીનને ડિટેક્ટ કરી શકતા નથી. એન્ટી સબમરીન વોરફેરમાં આ સબમરીનની દુનિયામાં કોઈ તોડ નથી. અમેરિકાની સેનામાં તેને લોસ એન્જેલસ ક્લાસ સબમરીનના જગ્યાએ કમીશન કરાઈ હતી. આ ક્લાસની સબમરીન અમેરિકાની નૌસેનામાં ૨૦૬૦થી ૨૦૭૦ સુધી સર્વિસમાં રહેશે.

અમેરિકાની નેવી પાસે આવી ૬૬ સબમરીન બનાવવાની યોજના છે, જેમાં ૧૯ હજુ એક્ટિવ છે જ્યારે ૧૧ સબમરીન બનાવવામાં આવી રહી છે. આ સિવાય ૬ સમબરીનનો ઓર્ડર આપવામાં આવ્યો છે.

બીજી તરફ રશિયા પર પોલેન્ડની સરહદ પાસે પરમાણુ હથિયાર લઈ જવાની ક્ષમતા ધરાવતા મિગ-૩૧ વિમાન તૈનાત કરી રહ્યું છે.

પુતિને તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખને કહ્યું કે તેઓ ફરી એકવાર ભાર મૂકવા માગે છે કે જાે યુક્રેન નાટોમાં જાેડાશે તો યુરોપના દેશો પણ રશિયા સાથે જંગમાં ખેંચાઈ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.