Western Times News

Gujarati News

માણસના મગજને કંટ્રોલ કરવા મગજમાં ચિપ ફિટ કરવા પ્રયાસ

પ્રિટોરિયા, દુનિયાના સૌથી ધનિક એલન મસ્કની કંપની ન્યુરાલિન્કને લઈને મોટો ઘટસ્ફોટ થયો છે. જાત જાતના અખતરા કરવા માટે જાણીતા એલન મસ્કની કંપની માણસના મગજમાં ચિપ ફિટ કરવા માટે પ્રયત્નો કરી રહી છે.જેથી મગજને પણ કંટ્રોલ કરી શકાશે.

એક અહેવાલ પ્રમાણે હાલમાં વાંદરાઓ પર તેનુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે.જેમાં ૨૩ વાંદરાઓના દિમાગમાં ન્યુરોલિન્ક કંપનીની ચિપ લગાવાઈ હતી.આ પૈકીના ૧૫ વાંદરાઓના મોત થઈ ગયા છે.આ ચિપ ૨૦૧૭ થી ૨૦૨૦ દરમિયાન ફિટ કરવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ પ્રમાણે પ્રાણીઓની ક્રુરતા સામે લડતી સંસ્થા ફિઝિશિયન્સ કમિટિ ફોર રિસ્પોન્સિબલ મેડિસિન ગ્રુપ દ્વારા આ આરોપ મુકવામાં આવ્યો છે.જેમાં કહેવાયુ છે કે, વાંદરાઓની ખોપરીમાં કાણુ પાડીને ચિપ લગાવાઈ હતી.જેનાથી તેમને બ્લડ ઈન્ફેક્શન થઈ ગયુ હતુ અને તેમના મોત થયા હતા.

અમેરિકાની સરકાર સમક્ષ આ પ્રયોગને લઈને મસ્કની કંપની સામે ફરિયાદ પણ કરવામાં આવી છે.ચિપ લગવવાનો પ્રોજેક્ટ કંપનીએ ૨૦૧૬માં શરુ કર્યુ હતો.જેની પાછળનો ઈરાદો લોકોને મગજ પરની ગંભીર ઈજા કે કરોડરજ્જુમાં થતી ઈજામાંથી રિકવર કરવાનો હતો.સાથે સાથે જાે આ પ્રયોગ સફળ થયો તો માણસના મગજને ઈન્ટરનેટ સાથે લિન્ક કરી શકાશે તેમજ ડિપ્રેશનની સારવારમાં પણ તે ઉપયોગી બનશે.

એવુ પણ કહેવાઈ રહ્યુ છે કે, આગામી દિવસોમાં માણસ પર તેની ટ્રાયલ શરુ થવાની છે પણ વાંદરાઓ પરની ટ્રાયલના પરિણામ જાેઈએ તેવા નથી મળ્યા ત્યારે હ્યુમન ટ્રાયલ પર સવાલો સર્જાવા સ્વાભાવિક છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.