Western Times News

Gujarati News

બેંગલુરૂમાં નવી નેશનલ ક્રિકેટ એકેડમીનો પાયો બોર્ડે નાખ્યો

બેંગલુરૂ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બેંગલુરુમાં પોતાની નવી નેશનલ ક્રિકેટ અકાદમી ખોલવા જઈ રહ્યા છે. સોમવારે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ અને એનસીએ ડાયરેક્ટર વીવીએસ લક્ષ્મણની હાજરીમાં આનો પાયો નાખવામાં આવ્યો છે.

હજુ પણ બેંગલુરુમાં જ નેશનલ ક્રિકેટ અકાદમી છે પરંતુ હવે આને નવો અને ભવ્ય રીતે આપવામાં આવી રહ્યુ છે. જય શાહે સોમવારે ટ્‌વીટ કરી કે બીસીસીઆઈના નવા એનસીએની પાયો રાખવામાં આવ્યો છે. અમારુ વિઝન છે કે એક એવુ સેન્ટર તૈયાર કરવામાં આવે જ્યાં ટેલેન્ટને નિખારવામાં આવે અને ક્રિકેટ ઈકોસિસ્ટમ બને.

તાજેતરમાં જ બીસીસીઆઈએ એનસીએના ડાયરેક્ટર તરીકે પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણની નિયુક્તિ કરી હતી. વીવીએસ લક્ષ્મણ પહેલા રાહુલ દ્રવિડ એનસીએના ડાયરેક્ટર હતા, જે અત્યારે ટીમ ઈન્ડિયાના કોચ છે.

જાે નવા એનસીએની વાત કરીએ તો આ વખતે આ ભવ્ય રૂપ આપવામાં આવી રહ્યુ છે. જેની પર ૪૦ પ્રેક્ટિસ પિચ, ૨૦થી વધારે ફ્લડ લાઈટ ફેસિલિટી, લગભગ ૨૫૦ રૂમ અને ૧૬ હજાર સ્કવેર ફૂટનુ જિમ બનાવવામાં આવી રહ્યુ છે.

આ વખતે એનસીએમાં ક્રિકેટ સિવાય અલગ-અલગ રમત માટે પણ તૈયારીઓ કરવામાં આવશે, જેથી અહીં આવનાર ખિલાડીઓને કોઈ પ્રકારની પરેશાની ના થાય. ૪૦ એકરમાં તૈયાર થઈ રહેલા આ એનસીએમાં બેન્ક, એટીએમ, શોપિંગ સેન્ટર સહિત અન્ય તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડી, દેશમાં અલગ-અલગ રાજ્યોની ટીમમાં રમનાર ખેલાડી, જુનિયર લેવલના તમામ ખેલાડીઓને એનસીએમાં ટ્રેનિંગ માટે મોકલવામાં આવે છે. જાે ટીમ ઈન્ડિયાના કોઈ પ્લેયર ઈજા બાદ ટીમમાં પાછા ફરી રહ્યા છે તો તેમનો અહીં કેટલાક સમય સુધી ટ્રેનિંગ કરવી, ટેસ્ટમાં પાસ થવુ જરૂરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.