Western Times News

Gujarati News

વિરપુર મામલતદાર કચેરી ખાતે ૨૩ ફેબ્રુઆરીએ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

(પ્રતિનિધિ) વિરપુર, અરજદારોની રજૂઆતનું સરળતાથી નિરાકરણ આવે તે માટે પારદર્શી અભિગમ ધરાવતી રાજ્ય સરકાર દ્વારા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે વિરપુર તાલુકાની મામલતદાર કચેરી ખાતે ૨૩ ફેબ્રુઆરી ૧૨ વાગ્યા તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે .

તાલુકા કક્ષાની ફરીયાદ માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી જવુ ના પડે તે માટે દર માસે છેલ્લા બુધવારે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે નાગરિકોના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે વિરપુરના મામલતદારની અધ્યક્ષ સ્થાને ફેબ્રુઆરી માસના ચોથા બુધવારે તા.૨૩/૦૨/૨૦૨૨ના રોજ ૧૨ કલાકે મામલતદાર કચેરી,વિરપુર ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવનાર છે.

આ કાર્યક્રમમાં રજુ કરવાના તાલુકા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો તા.૨૦/૦૨/૨૦૨૨ સુધીમાં મામલતદાર કચેરી,વિરપુર ખાતે રજુ કરવાના રહેશે લોકોએ પોતાના પડતર પ્રશ્નો મોકલવા માટે ખાસ ખ્યાલ રાખવો કે લાંબા સમયથી આખરી નિકાલ ન આવતો હોય તેવા જ પ્રશ્નો મોકલવા પ્રશ્ન કે અરજીમાં અરજી કરનારનું નામ,સરનામું,મોબાઇલ નંબર,પ્રશ્ન કર્તા કે અરજદારની સહીનો ઉલ્લેખ કરવો આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવા સાથે રજુઆત કરી શકશે તથા આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.