Western Times News

Gujarati News

લગ્ન થયાના ચોથા દિવસે જ ભાગી ગઈ દુલ્હન

રાજકોટ, ગુજરાતમાં લૂંટેરી દુલ્હનનો ભોગ બનવાની ઘટનાઓ છાસવારે સામે આવતી રહે છે. આવી જ એક ઘટના રાજકોટમાં બની છે. જેમાં રાજકોટનો એક યુવાન લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો છે. રાજકોટના કેવડાવાડીમાં લલુડી વોકળીમાં રહેતા અને મજૂરી કામ કરતા કમલેશ સિદ્ધપુરાએ વિરાટનગર મેઈન રોડ પર રહેતા મુકેશચંદ્ર રાજાણી સામે ફરિયાદ નોંધાવીને પોલીસ કમિશનર પાસે ન્યાયની માંગણી કરી છે.

તેમણે જણાવ્યું હતું કે, પોતે લગ્ન કરવા ઈચ્છે છે તે વાત તેમણે આરોપી દલાલ મુકેશચંદ્રને કરી હતી. મુકેશચંદ્રએ તેમને લગ્ન કરાવી આપવાનું જણાવ્યું હતું. આરોપી દલાલે આ માટે તેમની પાસેથી ૫૦ હજાર રૂપિયા લીધા હતા. તેમણે ૫૦ હજાર રૂપિયા લઈને નડિયાદની સંગીતા નામની યુવતી સાથે લગ્ન કરાવી આપ્યા હતા.

જાેકે, લગ્નના ચોથા દિવસે જ યુવતી ભાગી ગઈ હતી. જેના કારણે કમલેશે આરોપી દલાલને વાત કરી હતી. દલાલે ત્યારે કમલેશને જણાવ્યું હતું કે તારી પત્ની પાછી નહીં આવે અને તને રૂપિયા પણ પાછા નહીં મળે. આમ કહીને તેને ઝઘડો કર્યો હતો. બાદમાં કમલેશે ૨૦૨૦માં ભક્તિનગર પોલીસમાં ફરિયાદ કરી હતી.

જેથી દલાલે તેને બીજા લગ્ન કરાવી આપવાનું કહ્યું હતું અને તેણે ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. આ વખતે તેણે દલાલને એક લાખ રૂપિયા ચૂકવ્યા હતા.

જાેકે, હજી સુધી તેના લગ્ન થયા નથી અને રૂપિયા પરત માંગ્યા ત્યારે દલાલે કહ્યું હતું કે, તું તારા રૂપિયા ભુલી જજે. દલાલે ધમકી આપી હતી કે જાે હવે રૂપિયા માંગીશ તો જાનથી મારી નાંખીશ. પોતાની ફરિયાદમાં કમલેશે જણાવ્યું હતું કે, આ દલાલ માથા ભારે છે અને બધા પાસેથી રૂપિયા પડાવે છે.

પરંતુ સમાજમાં બદનામી થશે તેવા ડરથી કોઈ સામે આવીને ફરિયાદ કરતું નથી. મેં મજૂરી કામ કરીને રૂપિયા ભેગા કર્યા હતા જે જતા રહ્યા બાદ મેં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મને હજી પણ મરી જવાના વિચારો આવે છે. જેથી તેમણે પોલીસ કમિશનરને આરોપી દલાલને પકડીને રૂપિયા પરત અપાવવાની તથા આરોપીને કડક સજા કરવાની માંગણી કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.