Western Times News

Gujarati News

ભારતીય માછીમારોના અપહરણનો વિડીયો આવ્યો

વિડીયોમાં દેખાય છે કે, પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય જળ સીમામાં ઘૂસણખોરી કરવામાં આવી હતી

પોરબંદર,  પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર પચાવી પાડવા માગે છે એ વાત જગજાહેર છે. આ સિવાય પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય જળ સીમામાંથી માછીમારોનું અપહરણ કરવામાં આવે છે એ વાત પણ છાની નથી. ત્યારે પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય જળ સીમામાંથી ગુજરાતના માછીમારોનું અપહરણ કરવાનો એક વિડીયો સામે આવ્યો છે.

વિડીયોમાં દેખાય છે કે, પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય જળ સીમામાં ઘૂસણખોરી કરવામાં આવી હતી. બાદમાં ભારતીય માછીમારોનું અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ આખી ઘટના માછીમારી કરી રહેલાં એક માછીમારે પોતાના મોબાઈલમાં કેદ કરી હતી.

બાદમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. વિડીયોમાં દેખાય છે કે, પાકિસ્તાન મરીનની બોટ જાેઈને ભારતીય માછીમારોએ પોતાનો જીવ બચાવવા માટે પ્રયાસ કર્યો હતો. આ ઘટના પોરબંદરના દરિયાઈ વિસ્તાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મહત્વનું છે કે, તાજેતરમાં જ મ્જીહ્લ દ્વારા પાકિસ્તાની માછીમારો અને બોટ કબજે કરવામાં આવી હતી.

ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી રહેલાં પાકિસ્તાની માછીમારોને મ્જીહ્લએ ઝડપી પાડ્યા હતા. મ્જીહ્લ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોરબંદરના દરિયા કિનારામાં આવેલી ભારતીય જળ સીમામાંથી અવારનવાર ગુજરાતના માછીમારોનું પાકિસ્તાન દ્વારા અપહરણ કરવામાં આવતુ હોય છે.

ભૂતકાળમાં આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે. ત્યારે પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય માછીમારોના અપહરણ કરવાની એક ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. વિડિયોમાં દેખાય છે કે, માછીમારી કરવા ગયેલા ભારતીય માછીમારોનું પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતુ.

પાકિસ્તાન મરીનને જાેઈને ભારતીય માછીમારોએ પોતાનો જીવ બચાવવા માટે દોટ મૂકી હતી. વિડીયોમાં ભારતીય માછીમારોની બોટ સાથે પાકિસ્તાન મરીનની કેટલીક બોટ નજરે પડી રહી છે. જેઓ દ્વારા ભારતીય માછીમારોનું અપહરણ કરવામાં આવી રહ્યું છે.

મહત્વનું છે કે, મ્જીહ્લએ ચલાવેલા સર્ચ ઓપરેશનમાં મોટી સફળતા મળી હતી.. મ્જીહ્લએ કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી ભારતીય જળ સીમામાં ઘૂસણખોરી કરી રહેલાં ૬ પાકિસ્તાની નાગરિકો સાથે ૧૧ બોટ પણ ઝડપી પાડી હતી. મ્જીહ્લ દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પાકિસ્તાનની આ હરકત છતી થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.