Western Times News

Gujarati News

ડિજીટલ ભિખારી: છૂટા પૈસા ન હોય તો ઓનલાઈન સ્વિકારે છે

બિહારના આ ડિજીટલ ભિખારીની અલગ સ્ટાઈલ છે તે લોકોને કહે છે કે છૂટા પૈસા ન હોય તો ડિજીટલી કે ઓનલાઈન મની ટ્રાન્સફર કરી દો

બિહારમાં બેતિયા રેલવે સ્ટેશન પર બાળપણથી જ ભીખ માગતાં માગતાં યુવાન થયેલ રાજુએ હવે ભીખ માગવાના ધંધાને પણ ડીજીટલ કરી દીધો છે. તે બિહારના એક જેન્ટલમેન ડીજીટલ ભિખારી છે. તેના માટે તે ગુગલ-પે કે ફોન-પે કે ઈ-વોલેટનો ઉપયોગ કરી દો. 40 year old Raju Prasad of Bettiah town in West Champaran district of Bihar may be the first ‘Digital Beggar’ of the country.

રાજુ બિહારના પ્રથમ ડીજીટલ ભિખારી તો છે જ અને તેનું માનવીએ તો તે દેશનો પ્રથમ આવો પ્રોફેશનલ ભીખારી છે. તે ૧૦ વર્ષનો હતો ત્યારથી બિહારના બેતીયા રેલવે સ્ટેશનની આસપાસ ભીખ માગે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીજીટલ ઈન્ડીયા કેમ્પના ચુસ્ત ટેકેદાર એવા રાજુ પ્રસાદે તાજેતરમાં પોતાનું બેક એકાઉન્ટ પણ ખોલાવ્યું હતું. તે કહે છે કે મારી પાસે આધાર કાર્ડ હતુ પરંતુ પાન કાર્ડ ન હતું તેના માટે બેકમાં ખાતું ખોલાવવામાં વિલંબ થયો હતો. પરંતુ હવે હું ભિખારી હોવા છતાં ડીજીટલ અને ઓનલાઈન પેમેન્ટની સુવિધાનો ઉપયોગ કરું છું.

અગાઉ રાજુ પ્રસાદ પૂર્વ રેલવે પ્રધાન લાલુપ્રસાદ યાદવનો પ્રશસંક હતો. જયારે પણ બેતીયા રેલવે સ્ટેશન પર ટ્રેન થોભતી ત્યારે રેલવેના પેન્ટ્રી કારના સ્ટાફ અને ભોજન આપતો હતો. ર૦૧પ સુધી આ પ્રેકિટસ ચાલુ રહી હતી પરંતુ હવે મારે સ્થાનીક રસ્તા પરના ધાબા પાસેથી પૈસા આપીને ભોજન ખરીદવું પડે છે.

બેતીયા રેલવે સ્ટેશનના અધિક્ષક અનંતકુમારે જણાવ્યું હતું કે રેલવે પ્લેટફોર્મ પર ભીખ માગવાની મંજૂરી નથી. તે કદાચ પોતાની રોજીરોટી માટે રેલવે સ્ટેશનની બહાર ભીખ માગતો હશે. રાજુની ભીખ માગવાની સ્ટાઈલ અનોખી છે જેના પર લોકો ફિદા છે. તે રેલવે સ્ટેશન કે બિહારની બહાર નીકળતા લોકોને મદદ કરવાની અપીલ કરે છે.

છૂટા પૈસા ઘણીવાર લોકો પાસે હોતા નથી તેથી તેણે ભીખ માગવામાં મુશ્કેલી ન પડે એટલા માટે તેણે હવે બેંક ખાતું ખોલાવીને ઈ-વોલેટ બનાવી દીધું છે. અને તે હવે ગુગલ-પે અને ફોન-પે વગેરે ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ભીખ માગે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.