Western Times News

Gujarati News

“હું માનું છું કે આપણને પ્રાપ્ત થાય તે પાછું આપવું જોઈએ”, સિદ્ધાર્થ અરોરા

કહેવાય છે કે ‘પોતાની શોધ કરવાની સૌથી ઉત્તમ રીત અન્યોની સેવામાં પોતાને સમર્પિત કરવાની છે.’ અભિનેતા સિદ્ધાર્થ અરોરા એન્ડટીવી પર બાલ શિવમાં મહાદેવની ભૂમિકા ભજવી રહ્યો છે તે આ કહેવતમાં ભારપૂર્વક માને છે અને સામાજિક કાર્યથકી ગરીબો માટે યોગદાન આપે છે.

દર વર્ષે સમાજમાં યોગદાન આપતા લોકોને ઓળખવા અને સન્માન કરવા 27મી ફેબ્રુઆરીએ વિશ્વ એનજીઓ દિવસ મનાવવામાં આવે છે. આ નિમિત્તે સિદ્ધાર્થ અરોકા પોતાની એમજીઓ સહયોગ દ્વારા ગરીબો માટે આપવામાં આવેલા યોગદાન વિશે વાત કરે છે.

પોતાની એનજીઓ વિશે બોલતાં એન્ડટીવીના બાલ શિવનો સિદ્ધાર્થ અરોરા ઉર્ફે મહાદેવ કહે છે, “હું ભગવાન શિવની ધરતી વારાણસીનો છું અને આધ્યાત્મિકતા બાળપણથી જ મારી દુનિયાના હાર્દમાં છે. હું માનું છું કે આપણે પ્રાપ્ત કરીએ તે પાછું આપવું જોઈએ.

આપવામાં આધ્યાત્મિકતાની કૃતિ છે અને જો હું મારી કૃતિઓ થકી થોડો પણ ફેરફાર કરી શકું તો હું નિશ્ચિત જ તે કરીશ. આથી આ વર્ષની શરૂઆત મારે માટે બહુ જ નોંધપાત્ર હતી. અમારી એનજીઓ સહયોગમાંના મારા ફ્રેન્ડ્સ અને મેં વર્ષના પ્રથમ દિવસે અમારી સૌપ્રથમ બ્લેન્કેટ વહેંચવાની ઝુંબેશ શરૂ કરી હતી.

અમે સહયોગીઓએ વારાણસીના રસ્તાઓ પર પ્રવાસ કરીને રસ્તા પર સૂતેલા અને ઠંડીથી ધ્રૂજતા ગરીબ લોકોને બ્લેન્કેટ વહેંચી. લોકો ઠંડીથી બચવા માટે પ્લાસ્ટિકની શીટ્સનો ઉપયોગ કરતા હતા તે જોઈને બહુ જ દુઃખ થયું હતું. આથી તેમને બ્લેન્કેટ આપીને અને ઠંડીમાં તેમને જીવવા મદદ કરીને શક્ય નાની રીતે પણ હું મદદ કરી શક્યો તેનાથી મને બહુ ખુશી મળી.”

એનજીઓ શરૂ કરવા પાછળનું કારણ જણાવતાં સિદ્ધાર્થ કહે છે, “કોવિડના મુશ્કેલ સમયદરમિયાન બધા જ તેમનું થોડું યોગદાન આપવાનો પ્રયાસ કરતા હતા અને એકબીજાને મદદ કરતા હતા. જોકે પરિસ્થિતિ એવી હતી કે અમુક લોકોના પરિવારના સભ્યો જ તેમના પરિવારને મદદ કરી શકતા નહોતા.

આ જોઈને મારા મિત્રો સાથે અમે જરૂરતમંદોને મદદ કરવા માટે સહયોગ શરૂ કરી. અમારી પ્રથમ પહેલમાં અમે સરકારી હોસ્પિટલોમાં કોવિડની દર્દીઓના સંબંધીઓને ભોજન આપ્યું. અમને બહુ સારો પ્રતિસાદ મળ્યો. ઘણા બધા લોકોએ અમારો સંપર્ક કરીને તેમની મદદ આપી.

હું તે દરેકનો આભારી છું. આ દિવસે સમુદાયને સેવા આપવાનું ચાલુ રાખવાનું વચન આપવા હું લોકોને આગળ આવવા અને તેમની જે પણ ક્ષમતા હોય તેમાં અન્યોને મદદરૂપ થવા માટે અનુરોધ કરું છું.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.