Western Times News

Gujarati News

સ્કોટલેન્ડઃ પુલ પર પહોંચતા જ કૂતરા કુદીને આત્મહત્યા કરે છે

નવી દિલ્હી, શું તમે ક્યારેય જાનવરો દ્વારા આત્મહત્યા કરવા વિશે સાંભળ્યું છે? જાે નહીં તો અમે આજે તમને એક એવી વિચિત્ર જગ્યા વિશે જણાવીશું જ્યાં જઈને કુતરાઓ આત્મહત્યા કરી લે છે.

સ્કોટલેન્ડમાં એક એવો પુલ છે, જ્યાંથી છલાંગ લગાવીને કુતરા ખુદ પોતાનો જીવ આપી દે છે. આ વાત સાંભળવામાં વિચિત્ર લાગી શકે છે પરંતુ સ્કોટલેન્ડના આ પુલને કુતરાઓની આત્મહત્યા માટે ઓળખવામાં આવે છે. બ્રિજની ઊંચાઈ ૫૦ ફૂટ છે. કહેવામાં આવે છે કે તેના પર જ્યારે કુતરો ફરવા માટે આવે છે, તો ખુદ જ પુલ પરથી છલાંગ લગાવી દે છે.

આ કારણ છે કે પુલને ડોગ્સ સ્યુસાઇડ બ્રિજનું નામ આપવામાં આવ્યું છે. અહેવાલ પ્રમાણે અનેક કુતરાઓએ આ પુલ પરથી નીચે છલાંગ લગાવી છે, જેમાંથી ૫૦ના મોત થઈ ગયા છે. પરંતુ આ પુલનું શું રહસ્ય છે, હજુ કોઈ જાણી શક્યું નથી. સ્થાનીક લોકો જણાવે છે કે કુતરાઓની આત્મહત્યાને જાેતા તેણે એક નોટિસ પણ લગાવી દીધી છે, જેથી અહીં આવતા-જતા લોકોને ખ્યાલ આવી શકે.

આ પુલનું નિર્માણ વર્ષ ૧૯૫૦માં થયું હતું. લોકો જણાવે છે કે આ પુલ જ્યારથી બન્યો, ત્યારથી આ પ્રકારની ઘટનાઓ જાેવા મળે છે. એટલું જ નહીં લોકોનું કહેવું છે કે એક વાર તો એક વ્યક્તિએ પોતાના પુત્રને પુલથી નીચે ફેંકી દીધો અને ખુદે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

તેને લઈને ઘણઆ પ્રકારની કહાનીઓ કહેવામાં આવે છે. કેટલાક લોકો માને છે કે આ જગ્યા પર ભૂત-પ્રેત સાથે જાેડાયેલી નકારાત્મક શક્તિઓ છે, તો કેટલાક લોકો કહે છે કે કુતરાઓની અંદર ભૂત આવી જાય છે અને તે પુલ પરથી કુદી જાય છે. જે લોકોના કુતરા અહીંથી કુદી ગયા તેનું પણ માનવું છે કે અહીં કંઈક અજીબ છે, જેના કારણે કુતરા નીચે કુદી જાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.