Western Times News

Gujarati News

બાપુનગરમાં હિરાના કારખાનાની આડમાં જુગારનો અડ્ડો

શહેરના બાપુનગર વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ૬ વહેપારીઓની કરેલી ધરપકડ : રૂ. રર લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે

 

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાંથી દારૂ અને જુગારની બદીને ડામી દેવા માટે પોલીસતંત્ર એલર્ટ પર છે અને દારૂ જુગારના અડ્ડાઓ ઉપર વ્યાપક પ્રમાણમાં દરોડા પાડવામાં આવી રહયા છે જેના પરિણામે પરિણામે અનેક બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસતંત્ર દ્વારા સમગ્ર શહેરમાં નિયમિત રીતે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહયું છે.

આ દરમિયાનમાં શહેરના બાપુનગર વિસ્તારમાં એક હિરાના કારખાનાનો માલિક તેના જ કારખાનામાં જુગારનો અડ્ડો ચલાવતો હોવાની બાતમી મળતા પોલીસે ગઈકાલે રાત્રે રેડ પાડી છ જેટલા વહેપારીઓને જુગાર રમતા ઝડપી લઈ વૈભવી કારો સાથે કુલ રૂ.રર લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરતાં પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. આ અંગે બાપુનગર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં દારૂ જુગારના અડ્ડાઓ ઉપર વ્યાપક પ્રમાણમાં દરોડા પાડવામાં આવી રહયા છે. જેના પરિણામે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

શહેરના સરદારનગર સહિતના વિસ્તારોમાં નિયમિત સર્ચ ઓપરેશન કરવામાં આવે છે અને બાતમીદારોને પણ સતત એલર્ટ રાખવામાં આવ્યા છે જેના પરિણામે દારૂ જુગારની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવે છે.

શહેરના કેટલાક વિસ્તારોમાં દારૂ જુગારના અડ્ડાઓની બાતમી મળતા પોલીસતંત્ર સક્રિય બનેલું છે બાપુનગર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે જુગારનો એક વૈભવી અડ્ડો ચાલી રહયો છે અને તેમાં વહેપારીઓ જુગાર રમવા આવે છે

આ બાતમીના આધારે બાપુનગર પોલીસે અનુપમ કોલોની શાસ્ત્રી રોડ પર વોચ રાખી હતી. જેમાં યોગેશ્વર ડાયમંડ નામના કારખાનામાં સતત શંકાસ્પદ વ્યક્તિઓની અવરજવર જાવા મળી હતી જેના પગલે પોલીસ અધિકારીઓ એલર્ટ બન્યા હતાં.

ગઈકાલે રાત્રે પોલીસ અધિકારીઓની જુદી જુદી ટીમોએ આ કારખાનાની આસપાસ વોચ ગોઠવી હતી અને રાત્રે રેડ પાડતાં જ અંદરનું દ્રશ્ય જાઈ અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં. હિરાના કારખાનાની અંદર કારખાનાનો માલિક રમેશ માંગુકિયા જુગારનો અડ્ડો ચલાવતો હોવાનું જાવા મળ્યુ હતું

પોલીસે સ્થળ પરથી રમેશ માંગુકિયા ઉપરાંત મિતુલ સુતરિયા, રાજેશ કાકડિયા, પંકજ પટેલ, વિનોદ ડાયાભાઈ તથા ચેતન રાણપરિયા નામના વહેપારીઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતાં. પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા ર લાખ ઉપરાંત જપ્ત કર્યાં હતાં

આ ઉપરાંત ર્સ્કોડા, ટોયેટો સહિતની વૈભવી કારો પણ કબજે કરી હતી. હિરાના કારખાનામાં ચાલતા જુગારના અડ્ડા પર પોલીસે દરોડો પાડતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતાં. પોલીસે છ એ વહેપારીઓની ધરપકડ કરી લીધી હતી અને કુલ રૂ.રર લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વહેપારીઓને જુગાર રમતા ઝડપી લીધા હોવાની ઘટના બાદ પોલીસ સ્ટેશનમાં ભારે ધમધમાટ જાવા મળતો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.