Western Times News

Gujarati News

જોધપુર ગામમાં યુવાન ઉપર  અજાણ્યા શખ્સે જીવલેણ હુમલો કર્યો

Filles Photo

યુવાન હુમલાખોરને જાઈ ન શક્યોઃ આનંદનગર પોલીસે
પાડોશીઓ તથા યુવાનનું નિવેદન લીધુ

અમદાવાદ : અમદાવાદમાં છુરાબાજીની ઘટનાઓ સતત વધી રહી છે. કેટલીક વખત હુમલાનો ભોગ બનનાર પોતાની ઊપર કોણે હુમલો કર્યાે અને કેમ ક્યો એ પણ જાઈ શકતાં નથી. આવો જ કિસ્સો જાધપુર ગામમાં બન્યો છે. યુવાન સવારે ઊઠીને ખાટલામાં બેઠો હતો. ત્યાં જ કોઈએ અણીદાર હથિયાર તેની પીઠમાં ખોંસી દીધું હતું. જેનાંથી બચવા જતાં પીછો કરી રહેલાં શખ્સે તેની ઊપર ઠેર ઠેર હુમલો કરતાં યુવાન લોહીલુહાણ ઢળી પડ્યો હતો.

મૂળ ગાંધીનગર ખાતે રહેતો હલપતજી ખોડાજી ઠાકોર નોકરી માટે તેની માસીના ઘરે (કાનજી ભાઈનો વાડો, જાધપુર ગામ) ખાતે રહેતો હતો. ગઈકાલે વહેલી સવારે દલપતજી જાગીને ખાટામાં બેઠો બેઠો મોબાઈલ જાતો હતો. એ વખતે સાડા આઠ વાગ્યાનાં સુમારે કોઈ અજાણ્યો શખ્સ બિલ્લી પગે તેની પાછળ આવી પહોંચ્યો હતો.

દલપતજીની પીઠમાં અણીદાર હથિયાર ભોંકી દીધું હતું. દર્દના માર્યા દલપતજીએ બુમાબુમ કરી મુકી હતી અને કોણે હુમલો કર્યાે એ જાવાં જતાં શખ્સે તેનાં ચહેરા પર હુમલો કરતાં ગાલ એ ગરદન પર ઈજાઓ થઈ હતી. જેથી પોતાની જાન બચાવવા દલપતજી ખાટલામાંથી ઉભો થઈ ભાગ્યો હતો.

જાકે તેની હત્યા કરવા આવ્યો હોય એમ શખ્સે તેનો પીછો કરી વધુ કેટલાંક હુમલા કરતાં દલપતજી ચીસાચીસ કરી લોહીના ખાબોચીયામાં પડ્યો હતો. સવાર સવારમાં બુમાબુમ થતાં આસપાસનાં લોકો પણ દોડી આવ્યા હતાં. જા કે એ પહેલાં જ હુમલાખોર શખ્સ ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો.

જ્યારે દલપતજીને તેનાં પિતરાઈભાઈ શ્યામલ ખાતે ખાનગી હોસ્પિટલે  પહોંચાડતાં તેનો જીવ બચી ગયો હતો. આનંદનગર પોલીસે દલપતજીનું નિવેદન લઈને અજાણ્યા હુમલાખોરને શોધી કાઢવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.