Western Times News

Gujarati News

નવસારી: કોલેજાેમાં ૧૦૦૦ રૂપિયા વસૂલ્યા બાદ ટેબ્લેટ ન અપાતા છાત્રોમાં રોષ

નવસારી, નવસારી જિલ્લાની સરકારી કોલેજાેમાં ભણતા ૭૦૦ છાત્રો પાસેથી નમો ટેબ્લેટ યોજના મુજબ ૧,૦૦૦ની વસૂલાત કરવામાં આવી હતી, પરંતુ તેની સામે આજે ત્રણ વર્ષ પૂરા થઈ ગયાં છતાં પણ વિધાર્થીઓને શિક્ષણ માટે અત્યંત જરૂરી ટેબ્લેટથી વંચિત રાખવામાં આવ્યા છે.

સામે ખાનગી કોલેજમાં વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળ્યા હોવાની વાત વિદ્યાર્થીઓ કરી રહ્યા છે.ત્રણ વર્ષ વિતવા છતાં પણ છાત્રોને ટેબ્લેટનો લાભ ન મળવાથી છાત્રો તેમજ વાલીઓમાં આક્રોશનો માહોલ સર્જાયો છે. અને આજે ફરીવાર વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન આપીને સરકારને પ્રશ્ન કર્યો છે.

રાજ્ય સરકારની ટેબ્લેટ યોજના મુજબ ગત વર્ષનાં વિધાર્થીઓને શરૂનાં પ્રથમ માસમાં જ ટેબ્લેટ આપી દેવામાં આવ્યા હતા. તેમજ કોરોના કાળમાં જ્યારે કેસ વધે છે અને ઓનલાઈન કલાસો જ્યારે શરૂ થાય ત્યારે ટેક્નિકલ સાધનોનાં અભાવના કારણે અભ્યાસક્રમ અધૂરો રહી જતો હોય છે. જેથી વિદ્યાર્થીઓ દ્વારા ટેબ્લેટની માંગ કરવામાં આવી છે.

૧ ઓગસ્ટ ૨૦૨૧નાં દિવસે જ્ઞાન દિવસ નિમિત્તે માત્ર ૧૬ છાત્રોને પ્રતીક રૂપે ટેબ્લેટ આપવામાં આવ્યાહતા.પરંતુ બાકીના હજારો છાત્રોને ટેબ્લેટ મળ્યા નથી. અને તેમજ તેમનાં કરોડો રૂપિયાનો હિસાબ છાત્રોને આપવામાં આવ્યો નથી.

તેથી છાત્રો પાસે માથાદીઠ ઉઘરાવેલા ૧ હજાર પૈકીના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અંગેનો ખુલાસો માંગવા માટે વિદ્યાર્થીઓ દ્વારા સરકાર સામે હવે બાંયો ચઢાવી છે.ભૂતકાળમાં ઘણાં આવેદનો આપવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. તેથી કલેકટરને કરવામાં આવેલી દરખાસ્તમાં વિધાર્થીઓનાં હિતમાં ર્નિણય લેવામાં આવે વિનંતી સાથે આવેદન આપવામાં આવ્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.