Western Times News

Gujarati News

ભુજ નગર પાલિકામાં ૧૦૩ કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું

ભુજ, ઉનાળા પહેલા ૭૦ ટકા ભુજને એકાંતરે પીવાનું પાણી મળી રહેશે તેવું આજે ભુજપાલિકાની સામાન્ય સભામાં નગરપતિએ જણાવ્યુ હતું. જ્યારે બાકીના ૩૦ ટકા વિસ્તારની સમસ્યા પણ આગામી ઉનાળા સુધી ઉકેલાઈ જશે તેવી ખાત્રી ઉચ્ચારી હતી. આજે મળેલી સામાન્ય સભામાં ૨૭.૫૨ કરોડના વિકાસકામોને મંજુરી આપતા સુધરાઈએ ૧૦૩ કરોડનું બજેટ રજુ કર્યું હતું.

ભુજના ટાઉનહોલ ખાતે મળેલી સામાન્ય સભામાં વિકાસકામોને મંજુરી આપવા સાથે મહત્વના ર્નિણયો લેવાયા હતા. જેમાં ભુજમાં અત્યાર સુધી વિવિધ મુશ્કેલીનો સામનો કરતા રેકડીધારકોની સુવિધા માટે સ્ટ્રીટ વેન્ડર ઝોન બનાવવા તથા ઘરવિહોણા લોકો માટે નવી ઈમારત બનાવવા ર્નિણય લેવાયો હતો. ઉપરાંત વિવિધ વિકાસકામો કરવા ઠરાવ કરાયા હતા.

જેમાં રોડ, હમીરસર બ્યુટીફિકેશન, કુષ્ણાજી પુલ, વોક-વે, શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ રિસર્ફેસીંગ, પેવર બ્લોક , નવા બગીચા સહિતના કામોનો સમાવેશ થાય છે. તેમજ શહેરમાં બિલ્ડીંગ વેસ્ટ તેમજ સોલીડ વેસ્ટના નિકાલ માટે પાલિકાએ એજન્સી નક્કી છે. જેનાથી શહેરમાં જ્યાં ત્યાં ફેંકી દેવાતા સોલીડ વેસ્ટમાંથી મુક્તિ મળશે તથા સુધરાઈને આવક થશે.

ઉપરાંત નાગોર ડમ્પીંગ સ્ટેશનના કચરાનો હવે નિકાલ થઈ જશે. બિલ્ડીંગ વેસ્ટ માટે હુનર શાળાને મંજુરી આપવામાં આવી છે. બેઠકમાં બે ટકા વાહન કરની વસુલાત કરવાનો ઠરાવ આજે કરાયો હતો. સાથે ફિકસવેતનથી કામ કરતા કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો ઠરાવ કરાયો હતો. આ ટાંકણે નગરપતિ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે,ભુજમાં એકાંતરે પાણી વિતરણ કરવા આયોજન કરાયું છે.

જે હેઠળ હિલગાર્ડન, સુરલભીટ્ટ પાસે પાણીના ટાંકા તૈયાર થઈ ગયા છે. સંપ પણ તેયાર છે નવી લાઈન નાખવાની કામગીરી પણ પુર્ણ થઈ ગઈ હોવાથી એપ્રિલ પહેલા ૭૦ ટકા વિસ્તારમાં એકાંતરે પાણી વિતરણ શરૂ થઈ જશે. જ્યારે ભારાપર પાણી યોજનામાંથી પાણી મેળવતા ૩૦ ટકા વિસ્તાર માટે આ વર્ષે નવા બે ટાંકા ઉભા કરીને લાઈન પથરાતા સમય લાગતા આવતા ઉનાળા સુધી તે વિસ્તારમાં પણ નિયમિત પાણી મળતું થઈ જશે. જેથી આવનારા સમયમા લોકોને પાણીની કિલ્લતમાંથી રાહત મળશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.