Western Times News

Gujarati News

ભાજપના ધારાસભ્યએ મંચ પર ઊઠ-બેસ કરી

લખનઉ, ચૂંટણી જીત્યા બાદ પાંચ વર્ષ બાદશાહી અંદાજમાં ફરતા નેતાઓ ફરી ચૂંટણી લડવા માટે જનતાની વચ્ચે જાય છે ત્યારે જાત જાતના ગતકડા કરે છે. યુપીમાં વિધાનસભાની ચૂંટણી માટે ચાલી રહેલા પ્રચાર વચ્ચે રોબર્ટગંજ વિધાનસભા મત વિસ્તારમાં અજીબો ગરીબ દ્રશ્ય જાેવા મળ્યુ હતુ.

અહીંયા ભાજપના ધારાસભ્ય ભુપેશ ચૌબેએ લોકોની નારાજગી દુર કરવા માટે હાથ તો જાેડયા જ હતા પણ તેનાથી એક ડગલુ આગળ વધીને મંચ પર જ ઉઠ બેસ કરી હતી અને લોકોની માફી માંગી હતી. ધારાસભ્યે કહ્યુ હતુ કે, મારી જે પણ ભૂલ થઈ છે તે ફરી રિપિટ નહીં થાય.એવુ કહેવાય છે કે, ચૌબેથી આ વિસ્તારમાં લોકો ઘણા નારાજ છે.લોકોનુ કહેવુ છે કે, ધારાસભ્યે મત વિસ્તાર માટે વિકાસના કોઈ કામ કર્યા નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.