Western Times News

Gujarati News

યુક્રેન રાષ્ટ્રપતિએ અપલોડ કરેલા વિડીયોમાં શું કહ્યું

યુક્રેનના પ્રેસિડન્ટ ઝેલેન્સ્કી (Volodymyr Zelenskyy President of Ukraine)  મધ્ય કિવમાં ફિલ્માવવામાં આવેલો એક સેલ્ફી વિડિઓ અપલોડ કર્યો હતો. અને કીવના નાગરીકોને જણાવ્યું હતું કે,

“ઓનલાઈન ઘણી બધી ફેક માહિતીઓ ફરી રહી  છે કે,  હું અમારી સેનાને શસ્ત્રો મૂકવા માટે જણાવું છું, અને આ સ્થળેથી  સ્થળાંતર કરવા માટે કહી રહ્યો છું.

પણ તમને હું જણાવી દઉં કે “હું અહીં છું. (કીવમાં) અમે અમારા હથિયારો નહીં મૂકીએ,  અમે અમારા રાજ્યનો બચાવ કરીશું.”

 

ઝેલેન્સકીનો ઉછેર દક્ષિણપૂર્વ યુક્રેનના રશિયન બોલતા પ્રદેશ ક્રીવી રીહમાં થયો હતો. તેમની અભિનય કારકિર્દી પહેલા, ઝેલેન્સકીએ કિવ નેશનલ ઇકોનોમિક યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેણે કોમેડી એકટર તરીકે પણ કામ કર્યુ હતું,

અને પ્રોડક્શન કંપની ક્વાર્ટલ 95 બનાવી, જે સર્વન્ટ ઓફ ધ પીપલ સહિત ફિલ્મો, કાર્ટૂન અને ટીવી શોનું નિર્માણ કરે છે, જેમાં ઝેલેન્સકીએ યુક્રેનના પ્રમુખની ભૂમિકા ભજવી હતી. આ શ્રેણી 2015 થી 2019 સુધી પ્રસારિત થઈ હતી અને ખૂબ જ લોકપ્રિય હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.