Western Times News

Gujarati News

બ્રહમાકુમારી ગોધરા દ્વારા તનાવ મુકત પ્રબંધનના વિષય પર સેમિનારનુ આયોજન

સુરક્ષા સેતુ સોસાયટી પંચમહાલ  તથા  બ્રહમાકુમારીઝ  ગોધરા દ્વારા ભારત દેશની આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તનાવમુકત પ્રબંધનના વિષય પર સેમિનારનુ  આયોજન કરાયુ

સુરક્ષા સેતુ સોસાયટી પંચમહાલ  તથા  બ્રહમાકુમારીઝ  ગોધરા દ્વારા ભારત દેશની આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તનાવમુકત પ્રબંધનના વિષય પર સેમિનારનુ  આયોજન છારીયા ગામમાં આવેલ રાજઋષિ રિટ્રીટ સેન્ટર માં સુંદર આયોજન કરવામાં આવ્યુ હતું

આ સેમિનારમાં પંચમહાલ જિલ્લાના દરેક તાલુકામાંથી પોલીસ ડીપાર્ટમેન્ટના લગભગ ૭૦ જેટલા  ભાઇઓ તથા બહેનો અને અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક ભગિની ડો.લીના પાટીલે તેમના પ્રેરક પ્રવચનમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયે પોલીસ ડિપાર્ટમેન્ટમાં ફરજનો સમય ચોકકસ હોતો નથી ગમે તે પરિસ્થિતિમાં ફરજ બજાવવી પડે છે. ત્યારે અનેક સમસ્યાઓ અને કૌટુંબિક પરિસ્થિતિઓ આવતી હોય ત્યારે માનસિક તનાવ રહેતો હોય છે,

તેવા સમયે તનાવમુકત રહીને .ફરજ નિભાવવા માટે માનસિક સ્થિરતા રાખવા માટે મેડીટેશન (રાજયોગ ચિંતન ) થી પોલીસ જવાનોને ઘણો જ ફાયદો થાય છે. આવા સેમિનારના કાર્યક્રમોથી દરેકને લાભ થશે અને તે પણ પરિવાર સાથે રાખવાથી વિશેષ ફાયદાકારક રહેશે.

પંચમહાલ, દાહોદઅને મહીસાગર જિલ્લાના બ્રહમાકુમારીઝના સંચાલિકા રાજયોગિની બ્રહમાકુમારી સુરેખાદીદી એ આશીર્વચનમાં જણાવ્યું હતું કે જયારે આપણે સૌ આઝાદીના અમૃત મહોત્સવનું  વર્ષ ઉજવી રહ્યા છીએ જે રાષ્ટ્રીય ગૌરવ છે. રાષ્ટ્રીય સ્વતંત્રતા પ્રાપ્ત થઇ છે. પરંતુ માનવ જીવનમાં માનસિક બંધનવાળી સ્થિતિ છે.

વ્યકતિ દુઃખી , અશાંત છે. ત્યારે તનાવમુકત જીવનજીવવા માટે રાજયોગ મેડીટેશન અત્યંત જરૂરી છે. યોગની સમજુતી આપીને રાજયોગનો સુંદર અભ્યાસ દીદીએ કરાવ્યો હતો.

રાજયોગ શિક્ષિકા બ્રહમાકુમારી ઇલાબેને જણાવ્યું હતું કે પોલીસ જવાન ભાઇ બહેનો આજે નેગેટિવ વલયોનો સામનો કરતા હોય ત્યારે સ્વ સુરક્ષા કરવા રાજયોગ દ્વારા પોઝીટીવ ઓરા ના વાયબ્રેશન ફેલાવવાની ઘણી જ જરિરિયાત છે.  તેના માટે પ્રતિદિન રાજયોગ અભ્યાસ કરવો જોઇએ તો  જ તનાવમુકત પરિસ્થિતિ દૂર થશે.

કાર્યક્રમની શરૂઆતમાં રાષ્ટ્રિય સન્માન માટે રાષ્ટ્રગીત નું ગાન કરવામાં આવ્યું  હતું અને અંતમાં આઝાદીના અસંખ્ય શહીદોના બલિદાન, નેતાઓ અને પ્રજાના અથાક પ્રયાસો બદલ શ્રદ્ભાંજલિ આપવામાં આવી હતી.

સેમિનારનું સફળ અને સુંદર સંચાલન વરિષ્ઠ બ્રહમાકુમાર શૈલેષભાઇએ કર્યું હતું એકસરે હાઉસ ગોધરાના એડમિનિસ્ટ્રેટર ડાયરેકટર ભ્રાતા જિગરભાઇ પ્રજાપતિએ કાર્યક્રમની સફળતા માટે શેર શાયરી દ્વારા આભાર દર્શન કર્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.