Western Times News

Gujarati News

માર્ગ અકસ્માતમાં મૃતકનાં પરિવારજનોને ૮ ગણું વળતર મળશે

નવીદિલ્હી, સરકારે હિટ એન્ડ રન કેસમાં મોટો ર્નિણય લીધો છે. હવે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થવા પર સ્વજનોને ૮ ગણું વધુ વળતર આપવામાં આવશે. હિટ એન્ડ રન કેસમાં પીડિતાના નજીકના સંબંધીઓને આપવામાં આવતું વળતર ૧ એપ્રિલથી આઠ ગણું વધારીને ૨ લાખ રૂપિયા કરવામાં આવી રહ્યું છે.રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના એક નોટિફિકેશનમાં આ જાણકારી આપવામાં આવી છે.

આ મુજબ, આવા કિસ્સાઓમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને વળતરની રકમ પણ ૧૨,૫૦૦ રૂપિયાથી વધારીને ૫૦,૦૦૦ રૂપિયા કરવામાં આવી છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ યોજનાનું નામ ‘હિટ એન્ડ રન મોટર એક્સિડન્ટ સ્કીમ, ૨૦૨૨ના પીડિતોને વળતર’ હશે અને તે ૧ એપ્રિલ, ૨૦૨૨થી લાગુ થશે. એક પ્રકાશન અનુસાર, મંત્રાલયે કહ્યું છે કે ‘હિટ એન્ડ રન’ મોટર અકસ્માતના પીડિતોને વળતર આપવા માટેની સૂચના ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવી છે, જેમાં વળતરની રકમમાં વધારો કરવામાં આવ્યો છે.

ગંભીર રીતે ઈજાગ્રસ્તો માટે આ રકમ હાલના ૨૫,૦૦૦ રૂપિયાથી વધારીને ૫૦,૦૦૦ રૂપિયા અને મૃત્યુના કિસ્સામાં ૨,૦૦,૦૦૦ લાખ રૂપિયા કરવામાં આવી છે. આ યોજના ૧ એપ્રિલ, ૨૦૨૨ થી અમલમાં આવતા વળતર યોજના, ૧૯૮૯નું સ્થાન લેશે, મંત્રાલયે એક પ્રકાશનમાં જણાવ્યું હતું. વળતર માટે અરજી કરવાની અને પીડિતોને ચૂકવણીની છૂટ આપવાની પ્રક્રિયા માટે પણ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.