Western Times News

Gujarati News

મણિપુરમાં મુખ્યમંત્રી એન બીરેન સિંહે પૂજા બાદ મતદાન કર્યું

ઇમ્ફાલ, પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આજે થયું હતું પહેલા તબક્કામાં ૩૮ વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું મતદાન સવારે સાત વાગ્યાના ટકોરે મતદાન શરૂ થયું હતું સરેરાશ મતદાન ૬૫ ટકા રહ્યું હતું.૩૮ વિધાનસભા બેઠકો માટે ૧૭૩ ઉમેદવારોનું ભાવી મતદારોએ ઇવીએમમાં કેદ કર્યું હતું.

મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે ઈમ્ફાલમાં પોતાના નિવાસ પર મતદાન પહેલા પૂજા કરી. ત્યારબાદ ઈમ્ફાલના શ્રીવન હાઈ સ્કૂલમાં મતદાન કર્યું હતું.મત આપ્યા બાદ તેમણે કહ્યું કે મને આશા છે કે મારા મત વિસ્તારના ૭૫ ટકા લોકો ભાજપ અને મને મત આપશે. ભાજપ પહેલા તબક્કામાં ૩૮માંથી ઓછામાં ઓછી ૩૦ બેઠકો માટે આશા સેવી રહ્યો છે.

આજે ૨૯ બેઠકો ડુંગરાળ વિસ્તારની છે. જેમાં ઈમ્ફાલ ઈસ્ટ, ઈમ્ફાલ વેસ્ટ અને બિષ્ણુપુર જિલ્લાની બેઠકો સામેલ છે. અન્ય નવ વિધાનસભા બેઠકોમાં ચૂડાચંદપુર, કાંગપોકપી અને ફેરઝોલ જિલ્લાની બેઠકો છે. પહેલા તબક્કાના મતદાન બાદ ૧૭૩ ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થયું હતું

મણિપુર ચૂંટણીના પહેલા તબક્કામાં જે ૧૭૩ ઉમેદવારોનું ભાગ્ય દાવ પર છે તેમાં ૧૫ મહિલા ઉમેદવારો પણ સામેલ છે. મુખ્યમંત્રી એન બીરેન સિંહ સાથે જ તેમના મંત્રીમંડળના સાથે થોંગમ બિસ્વજીત સિંહ, વિધાનસભાના સ્પીકર વાય ખેમચંદ સિંહ, ડેપ્યુટી સીએમ યુમનામ જાેયકુમાર સાથે જ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ એન લોકેશ સિંહના ભાગ્યનો ફેંસલો પણ આ તબક્કાના મતદાનમાં જ થયો છે .

ચૂંટણી અધિકારીઓએ શાંતિપૂર્ણ મતદાન માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કર્યો હતો. મતદાન કેન્દ્રો પર સ્થાનિક પોલીસની સાથે જ અર્ધસૈનિક દળોના જવાનો પણ તૈનાત કર્યા હતાં. જે જિલ્લાઓમાં મતદાન છે ત્યાંની પોલીસ અલર્ટ પર હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.