Western Times News

Gujarati News

દેશમાં આગામી આદેશો સુધી તમામ કોમર્શિયલ ફ્લાઈટ્‌સની અવરજવર પર પ્રતિબંધ

प्रतिकात्मक

નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે, પરંતુ સાવચેતી રાખતા સરકારે કોમર્શિયલ પેસેન્જર સેવાને હજુ પણ બંધ કરવાનો ર્નિણય લીધો છે.

દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે, પરંતુ સાવચેતી રાખતા સરકારે કોમર્શિયલ પેસેન્જર સેવાને હજુ પણ બંધ કરવાનો ર્નિણય લીધો છે. સોમવારે, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ આગામી આદેશો સુધી ભારતમાં અને ત્યાંથી આંતરરાષ્ટ્રીય વ્યાપારી ફ્લાઇટ્‌સ સ્થગિત કરવાનો આદેશ જારી કર્યો છે.

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે તેના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે ફ્લાઈટ્‌સ સ્થગિત કરવાથી કાર્ગો અને ડીજીસીએ દ્વારા માન્ય ફ્લાઈટ્‌સ પર કોઈ અસર થશે નહીં. આ સાથે, આ આદેશ બબલ વ્યવસ્થા હેઠળની ફ્લાઇટ્‌સ પર લાગુ થશે નહીં.

અગાઉ, દેશમાં કોરોનાવાયરસના વધતા જતા કેસોને કારણે, સરકારે કોમર્શિયલ પેસેન્જર સેવા પરનો પ્રતિબંધ ૨૮ ફેબ્રુઆરી સુધી લંબાવ્યો હતો. જણાવી દઈએ કે કોરોનાને કારણે ૨૩ માર્ચ ૨૦૨૦થી ભારતમાં આવનારી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્‌સ બંધ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.