Western Times News

Gujarati News

નેહા મલિકે બિકીની પહેરીને બોલ્ડ સ્ટાઈલમાં Jet Ski ચલાવી

મુંબઇ, નેહા મલિક તેના સોશિયલ એકાઉન્ટ પર બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી જાેવા મળે છે. અભિનેત્રી દરેક આલ્બમમાં તેની મનમોહક શૈલીમાં જાેવા મળે છે. તે ફેબ્રુઆરીના મધ્યથી માલદીવમાં છે અને મહિનાના અંત સુધી તેનું વેકેશન ચાલુ જ છે.

જ્યાંથી તે સતત ફેન્સને એક પછી એક હોટ પિક બતાવી રહી છે. નેહાએ પહેલેથી જ રેડ મોનોકિની સાથે લાખો ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતુ અને જાંબલી રંગની બિકીનીમાં યુઝર્સને આકર્ષિત કરી રહી છે. નેહા બોલિવૂડ અભિનેત્રીઓને પણ બોલ્ડનેસમાં પાછળ છોડી દે છે. તેની ફેશન અને ડ્રેસિંગ સેન્સ ખૂબ જ આકર્ષક છે. તસવીરોના કેપ્શનમાં નેહાએ લખ્યું, ‘પહેલીવાર જેટ સ્કાય પર સવારી કરવાનો પ્રયાસ કર્યો.

આ દરમિયાન હું પાણીમાં પડી ગઈ હતી, પરંતુ ત્યારે પણ મને ખૂબ મજા આવી હતી. તસવીરમાં નેહા મલિક સમુદ્ર સાથે તેના ડ્રિંક પર ચીયર કરતી જાેવા મળે છે. અગાઉ, અભિનેત્રીએ રેડ કલરની બિકીનીમાં તેની તસવીરો શેર કરી હતી જેમાં તે બોલ્ડ લુકમાં દેખાતી હતી.

નેહા મલિકની એક પોસ્ટને ૨૪ હજાર અને બીજી પોસ્ટને ૧૮ હજારથી વધુ લાઈક્સ મળી છે. શેર કરેલા ફોટામાં તે રેડ કલરની મોનોકિનીમાં જાેઈ શકાય છે.

અભિનેત્રી નેહા મલિક તેના મનમોહક અભિનયથી લાખો દિલો પર વીજળી પાડી રહી છે. ભોજપુરીમાં આવતા પહેલા નેહાએ ઘણા પંજાબી મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે, જેમાં લોકોએ તેને ખૂબ પસંદ કરી છે. નેહાએ ઉદાસી ગીત ‘તેરે મેરે દરમિયાં’માં તેની અભિનય કૌશલ્યથી દર્શકોને પ્રભાવિત કર્યા હતા જેમાં તે ખેસારીની સામે જાેવા મળી હતી. ભોજપુરી ઉપરાંત, તે પંજાબી ફિલ્મ ઉદ્યોગમાં પણ સક્રિય છે અને પંજાબી ગીતોમાં અભિનય કર્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.