Western Times News

Gujarati News

રશીયન સેનાએ યુક્રેનની રાજધાની કીવને ચારેય તરફથી ઘેરી લીધી

નવી દિલ્હી, પહેલા રશીયા બે દિવસમાં યુક્રેન પર કબ્જો કરી લે તેવું લાગતું હતું પણ છ દિવસ પછી પણ યુક્રેન અને રશીયાની લડાઇ કોઇ મુકામ પર નથી પહોંચી.

વિશેષજ્ઞોનું કહેવું છે કે રશીયન સેના હવે કીવની ચારે બાજુ પહોંચી ચૂકી છે એટલે શકયતા છે કે કીવ પર કબ્જો કરવામાં હવે બહુ સમય નહીં લાગે.

પણ જો રશીયા કીવ પર કબ્જો નહીં મેળવી શકે તો પછી યુધ્ધ વધુ કેટલાક દિવસ સુધી ચાલશે. જો કે રશીયન સુત્રોનું કહેવું છે કે ૭ માર્ચ સુધીમાં રશીયા યુક્રેનને સંપુર્ણપણે કબ્જામાં લઇ લેશે.

સિંહે કહ્યું કે એ તો ચોખ્ખું છે કે રશીયા હવે કોઇ પણ હાલતમાં પાછળ નહીં હટે. યુધ્ધ ખતમ બે જ સ્થિતીમાં થઇ શકે છે, એક યુક્રેન સમર્પણ કરે અને બીજી રશીયા તેના પર કબ્જો મેળવે. તેમણે કહ્યું કે તેમાં થોડો વધુ સમય લાગી શકે છે પણ તે સમય બહુ વધારે નહીં હોય કેમ કે યુક્રેન માટે લાંબો સમય મુકાબલો કરવો સરળ નથી.

યુધ્ધનો આકાર મોટો બને અથવા વિશ્વ યુધ્ધ જેવા જોખમની શકયતા નહીંવત છે કેમ કે નાટો સેનાઓ પોતાનું વલણ પહેલા જ સ્પષ્ટ કરી ચૂકી છે. પણ આ યુધ્ધથી નુકશાન આખા વિશ્વને થશે. યુધ્ધ જેટલું લાંબુ ચાલશે, નુકશાન તેટલું જ વધતું જશે.

સંરક્ષણ વિશેષજ્ઞ લેફટેનંર જનરલ રાજેન્દ્ર સિંહે કહ્યું કે યુક્રેન પર કબ્જો મેળવવાનો રશીયાનો અંદાજ સાચો નથી પડયો. આ ઉપરાંત અન્ય કેટલાક કારણો પણ ઉત્પન્ન થયા. જેમ કે યુક્રેનના નાગરિકો પણ યુધ્ધમાં જોડાઇ ગયા, યુક્રેન અન્ય ઘણાં દેશોની મદદ પણ મળવા લાગી. ત્રીજું, રશીયા પર આંતરાષ્ટ્રીય સમુદાયનું ઓછું થાય.

એટલે રશીયા પુરી આક્રમતા સાથે યુધ્ધ નથી કરી રહ્યું. આ બધા કારણોના લીધે યુધ્ધ લાંબુ ખેંચાઇ રહ્યું છે. તેને કોઇ મુકામ પર પહોંચવાનું વધુ એક સપ્તાહ લાગી શકે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.