Western Times News

Gujarati News

ક્લાઉડ કિચનની માંગ વધતાં કિચન ફિટિંગ્સ અને ઇક્વિપમેન્ટ માટેની માંગમાં વધારો

 કિચન ફિટિંગ્સ માટે માગમાં વાર્ષિક ધોરણે 700 ટકાનો અને ઇક્વિપમેન્ટ માટેની માગમાં 430 ટકાનો વધારો થયો

 સમગ્ર ભારતમાં કમર્શિયલ કિચન્સ કેટેગરી અંતર્ગત સર્ચમાં 28 ટકાનો વધારો થયો

મુંબઈ, બહાર જમવા પર કોવિડ નિયંત્રણો તબક્કાવાર રીતે દૂર થતાં અને ક્લાઉડ કિચનમાં વધારો થવાથી એફએન્ડબી ઉદ્યોગમાં સેન્ટિમેન્ટ સુધર્યું છે તથા જસ્ટ ડાયલ દ્વારા ભારતના લેટેસ્ટ બી2બી પ્લેટફોર્મ જેડી માર્કટ પર રેસ્ટોરાં કિચન ફિટિંગ્સ અને કમર્શિયલ કિચન ઇક્વિપમેન્ટ માટેની માગમાં નોંધપાત્ર વધારો થયો છે. Decline in COVID restrictions and rise of cloud kitchens leading to a rise in demand for commercial kitchen fittings and equipment on JD Mart.

ક્લાઉડ કિચન, માત્ર ડિલિવરી અથવા ટેક-અવે માટે ખોરાક તૈયાર કરવાના હેતુસર કોમર્શિયલ રસોડાનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લાઉડ કિચન રેસ્ટોરન્ટના ગ્રાહકોને હાલની રેસ્ટોરન્ટનું વિસ્તરણ કરવા અથવા ન્યૂનતમ ખર્ચે વર્ચ્યુઅલ બ્રાન્ડ શરૂ કરવા સક્ષમ બનાવે છે. હાલમાં ફૂડ ડિલીવરી એપ પરથી ખાવાનું ઓર્ડર કરતાં તે ક્લાઉડ કિચનમાં તૈયાર થયેલુ આવે છે.

જેડી માર્ટ પર ઉપભોક્તાના વલણોનો રિપોર્ટ જણાવે છે કે, રેસ્ટોરાં કિચન ફિટિંગ્સ માટેની માગ સૌથી વધુ એટલે કે વાર્ષિક ધોરણે 700 ટકા હતી, તો ઇક્વિપમેન્ટ કે ઉપકરણ માટેની માગ 430 ટકા હતી.

કમર્શયિલ કિચન ઇક્વિપમેન્ટ માટેની માગમાં વધારો એફએન્ડબી ઉદ્યોગને ફલ્યો છે. કોવિડને કારણે સૌથી વધુ માઠી અસર અનુભવતાં ઉદ્યોગોમાં આ ઉદ્યોગ સામેલ હતો. એફએન્ડબી ઉદ્યોગે કોવિડ રોગચાળાની શરૂઆતથી અત્યાર સુધી ફક્ત વ્યવસાય જાળવી રાખવામાં સફળતા મેળવી હતી અને ઉદ્યોગ માટે ક્લાઉડ કિચન્સ આશાના કિરણ સમાન છે.

હવે સ્થિતિસંજોગો સામાન્ય થવાની સાથે અને ભોજન માટેના સામાન્ય કલાકો માટે રેસ્ટોરાં ખુલી જવાથી કમર્શિયલ કિચન્સ કેટેગરી અંતર્ગત તમામ સર્ચમાં જેડી માર્ટે 28 ટકાની વૃદ્ધિ જોઈ હતી. ટિઅર-1 શહેરોમાં સર્ચમાં વધારો 38 ટકા છે, તો ટિઅર-2 શહેરો અને નગરોમાં આ વૃદ્ધિ 6 ટકા હતી. કમર્શિયલ કિચન કેટેગરીમાં અન્ય સર્ચમાં રેસ્ટોરાં ડિનર માટેની માગ 45 ટકા અને કિચન ટ્રોલી માટેની માગ 22 ટકા સુધી વધી હતી.

આ વિવિધ ટ્રેન્ડ પર જસ્ટ ડાયલના સીએમઓ શ્રી પ્રસૂન કુમારે (Just Dial CMO Prasoon Kumar) કહ્યું હતું કેઃ “અમને એફએન્ડબી ઉદ્યોગમાં સારાં સંકેતો મળવાની ખુશી છે. કોવિડ નિયંત્રણો અને અલગ-અલગ રીતે લોકડાઉનને કારણે એફએન્ડબી ઉદ્યોગ સૌપ્રથમ બંધ થયો હતો અને સૌથી છેલ્લો રિકવર થયો છે.

પણ હવે સમગ્ર દેશમાં નિયંત્રણો દૂર થવાથી અને ખાણીપીણીના શોખીનો ભોજન કરવા માટે બહાર નીકળતા હોવાથી અમે સમગ્ર દેશમાં કિચન ઇક્વિપમેન્ટ અને ડિનર માટેની માગમાં 28 ટકાનો વધારો જોઈ રહ્યાં છીએ. આ માગ મુખ્યત્વે ટિઅર-1 શહેરોથી સંચાલિત છે, કારણ કે રેસ્ટોરાંએ આગળ જતાં ફરી શરૂ કરવાની અને વિસ્તરણ કરવાની યોજના બનાવી છે. વળી સર્ચમાં વધારો એ હકીકતનો સંકેત આપે છે કે, જેડી માર્ટ દેશમાં તમામ વ્યવસાયો માટે કોલનો પ્રથમ પોર્ટ બની ગયું છે.”

કિચન ફિટિંગ્સ માટેની મહત્તમ માગ પૂણેમાં જોવા મળી હતી, તો એના પછી ટિઅર-1 શહેરોમાં દિલ્હી અને મુંબઈ સ્થાન ધરાવતા હતા. ટિઅર-2 શહેરોમાં સૌથી વધુ માગ નાશિક, નાન્દેડ, મેંગલોર, અલીગઢ અને ગુન્તુરમાં જોવા મળી હતી.

કમર્શિયલ કિચન ઇક્વિપમેન્ટ માટે મહત્તમ માગ ચેન્નાઈમાં અને પછી ટિઅર-1 શહેરોમાં બેંગલોર અને દિલ્હીએ અનુક્રમે બીજું અને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ટોપ-5 ટિઅર-2 શહેરોમાં ચંદીગઢ, કોઇમ્બતૂર, શ્રીનગર, ગ્વાલિયર અને કાકિનાડા સામેલ હતા, જ્યાં કિચન ઇક્વિપમેન્ટ માટે મહત્તમ માગ જોવા મળી હતી.

ટિઅર-1 શહેરોમાં બેંગાલુરુમાં રેસ્ટોરાં ડિનર વેર્સ માટે મહત્તમ માગ જોવા મળી હતી, તો ટોપ-3 શહેરોમાં કોલકાતા અને હૈદરાબાદે અનુક્રમે બીજું અને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ડિનર વેસ માટે મહત્તમ માગ અનુભવનાર ટોપ-5 ટિઅર-2 શહેરો હતાં – ગ્વાલિયર, કટક, નાન્દેડ, વિજયવાડા અને રાંચી.

કિચન ટ્રોલ માટેની મહત્તમ માંગ કોલકાતામાં જોવા મળી હતી અને ત્યારબાદ ટિઅર-1 શહેરોમાં હૈદરાબાદ અને દિલ્હીમાં જોવા મળી હતી. કિચન ટ્રોલી માટે મહત્તમ સર્ચ ધરાવતા ટોપ-5 ટિઅર-2 શહેરો અને નગરોમાં શ્રીનગર, મથુરા, રાજામુન્દ્રી, કોઝિકોડે અને કુર્નૂલ સામેલ હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.