Western Times News

Gujarati News

આ કંપની આપી રહી છે, 13 શહેરોમાં 24 મહિના માટે ભાડે ગાડી

ક્વિક્લીઝે વધુ 5 શહેરોમાં વ્હિકલ લીઝિંગ અને સબસ્ક્રિપ્શન સેવાઓ શરૂ કરી-મહિન્દ્રા, મારુતિ સુઝુકી, હુન્ડાઈ, ટાટા મોટર્સ, કિયા અને અન્ય ઓઇએમ સહિત અગ્રણી ઓઇએમ પાસેથી વાહનની ઓફર

મુંબઈ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ સર્વિસીસ (મહિન્દ્રા ફાઇનાન્સ/એમએમએફએસએલ)ના વ્હિકલ લીઝિંગ એન્ડ સબસ્ક્રિપ્શન પ્લેટફોર્મ ક્વિક્લીઝએ આજે વધુ 5 શહેરોમાં એની સેવાઓના વિસ્તરણની જાહેરાત કરી હતી. આ જાહેરાત સાથે ક્વિક્લીઝ હવે સમગ્ર ભારતમાં 13 શહેરોમાં ઉપલબ્ધ થશે. Quiklyz extends vehicle leasing and subscription services to 5 additional cities

ક્વિક્લીઝે આ સેવા શરૂ કરી છે એ શહેરોમાં અમદાવાદ, કોલકાતા, માનેસર, ફરિદાબાદ અને ગાઝિયાબાદ સામેલ છે. કંપની આગામી 3 મહિનામાં 30 શહેરોમાં એની કામગીરી વધારવાની યોજના ધરાવે છે. ક્વિક્લીઝે અગાઉ 8 મેટ્રો સિટીમાં એની સેવાઓ નવેમ્બર, 2021માં શરૂ કરી હતી, જેમાં બેંગાલુરુ, ચેન્નાઈ, દિલ્હી, ગુરુગ્રામ, હૈદરાબાદ, મુંબઈ, નોઇડા અને પૂણે સામેલ છે.

આ નવા વિસ્તારોમાં વિસ્તરણ પર ક્વિક્લીઝના એસવીપી અને બિઝનેસ હેડ તુરા મોહમ્મદે કહ્યું હતું કે, “અમે Quiklyz.com દ્વારા અમારી રિટેલ સબસ્ક્રિપ્શન પ્રોડક્ટ અને અમારી કોર્પોરેટ લીઝ પ્રોડક્ટ એમ બંને પ્રસ્તુત કર્યા પછી અત્યાર સુધી ગ્રાહકો પાસેથી સારો પ્રતિસાદ મેળવ્યો છે.

ઉપભોક્તાની માનસિકતા બદલાવાથી અને ફ્લેક્સિબ્લ વ્હિકલ ઑનરશિપ મોડલ તરફ વધારે ઉદાર અભિગમ સાથે અમે વધુ ઘણા શહેરોમાં ક્વિક્લીઝને ઝડપથી લઈ જવા આતુર છીએ.”

અદ્યતન ડિજિટલ પ્લેટફોર્મ ‘ક્વિક્લીઝ’નો ઉદ્દેશ વધારે સુવિધા, ફ્લેક્સિબિલિટી અને તમામ વિસ્તારોમાં ગ્રાહકોને પસંદગી પ્રદાન કરવાનો છે. કંપની એના ગ્રાહકોને વાહનોની સરળ સુલભતા પૂરી પાડે છે.

ક્વિક્લીઝ રિટેલ અને કોર્પોરેટ એમ બંને પ્રકારના ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે. કોર્પોરેટ સેગમેન્ટ અંતર્ગત એનો ઉદ્દેશ ફ્લીટ ઓપરેટર્સની સેવા આપવાનો છે, તો રિટેલ સેગમેન્ટમાં કંપની વિવિધ પ્રકારના ગ્રાહકોને સેવા આપશે, ખાસ કરીને મિલેનિયલ માનસિકતા ધરાવતા પગારદાર અને સ્વરોજગારી ધરાવતી વ્યક્તિઓને.

અત્યારે ક્વિક્લીઝ એના લીઝિંગ અને સબસ્ક્રિપ્શન પ્લેટફોર્મ પર ઇલેક્ટ્રિક વ્હિકલ્સ (ઇવી)નો સૌથી મોટો પોર્ટફોલિયો ધરાવે છે. મહિન્દ્રા, ટાટા મોટર્સ, મર્સિડિઝ-બેન્ઝ, એમજી, ઓડી અને જગુઆર સહિત અગ્રણી ઓઇએમ પાસેથી વાહનો ગ્રાહકો માટે ઓફર થશે.

ક્વિક્લીઝ એના ગ્રાહકો માટે ઉપયોગી ખાસિયતો ધરાવે છે, જેમાં ઝીરો ડાઉન પેમેન્ટ સ્કીમ્સ, સબસ્ક્રિપ્શનની મુદ્દતના વિકલ્પોની રેન્જ, એકમાત્ર એક ફિક્સ્ડ માસિક ફી, વ્હાઇટ નંબર પ્લેટ અને ગ્રાહકના નામે આરસી, રિસેલ કે મેઇન્ટેનન્સમાં કોઈ મુશ્કેલી નહીં વગેરે.

ગ્રાહકો Quiklyz.com પર તેમના સ્વપ્નનું વાહન બુક કરાવવાની સુવિધા અને વિવિધ ઓફર મેળવી શકે છે. વેબસાઇટ ગ્રાહક માટે વાહન બુકિંગની અને ડિલિવરીની અતિ સરળ સફરની સુવિધા આપશે. ઉપરાંત ગ્રાહકો સપોર્ટ મેળવવા માટે [email protected] પર ઇમેલ કરીને કે 1800-209-7845 પર સંપર્ક કરી શકે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.