Western Times News

Gujarati News

તેલંગાણા: પ્રવાસન મંત્રી શ્રીનિવાસ ગૌડની હત્યાનું કાવતરું, આઠની ધરપકડ કરાઇ

હૈદરાબાદ, તેલંગાણાના પર્યટન મંત્રી શ્રીનિવાસ ગૌડની હત્યાનું કાવતરું ઘડી રહેલી એક સોપારી ગેંગનો પર્દાફાશ થયો છે. આ કેસમાં પોલીસે ગેંગના આઠ સભ્યોની ધરપકડ કરી છે. મીડિયા રિપોટર્સ અનુસાર, શ્રીનિવાસ ગૌડા સાથે તેમના ભાઇ શ્રીકાંત ગૌડાની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

તેમણે કહ્યું કે ત્રણેય આરોપીઓને બીજેપીના વરિષ્ઠ નેતા અને મહેબૂબનગરના ભૂતપૂર્વ સાંસદ જીતેન્દ્ર રેડ્ડીના દિલ્હીના ઘરેથી ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર રેડ્ડીના ડ્રાઇવર અને અંગત સહાયકે આરોપીઓ માટે દિલ્હીમાં આશ્રયની વ્યવસ્થા કરી હતી.

આ મામલામાં સાયબરાબાદના પોલીસ કમિશનર એમ સ્ટીફન રવિન્દ્રએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે પોલીસ મામલાના તળિયે જશે તેમજ પૂર્વ સાંસદ અને પૂર્વ મહિલા મંત્રીના સહયોગીઓની ભૂમિકાની તપાસ કરશે. વધુ માહિતી આપતા અધિકારીએ જણાવ્યું કે પોલીસે આરોપીઓના કબજામાંથી પિસ્તોલ અને છ રાઉન્ડ સહિત કેટલાક હથિયારો પણ કબજે કર્યા છે, તમામ હથિયારો ઉત્તર પ્રદેશથી મંગાવવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે મંત્રીની હત્યા માટે લગભગ ૧૫ કરોડ રૂપિયાની ડીલ કરવામાં આવી હતી.

પ્રાથમિક તપાસના આધારે એવું જાણવા મળ્યું હતું કે ભૂતપૂર્વ સાંસદના સાથીઓએ હત્યારાઓને ભાડે રાખવાની યોજના બનાવી હતી અને તેઓ હત્યા માટે રૂા. ૧૫ કરોડ ચૂકવવા તૈયાર હતા. પોલીસે ઉમેર્યુ હતું કે તેઓએ પછી યોજનાને રદ કરી દીધી હતી અને હિસ્ટ્રીશીટરનો સંપર્ક કર્યો હતો.

જાે કે હિસ્ટ્રીશીટરે તેના મિત્રને આ યોજના વિશે જણાવ્યું હતુ. પોલીસે જણાવ્યું હતું કે રેડ્ડીના સહયોગીઓને તેની જાણ થતાં જ તેઓએ ૨૫ ફેબ્રુઆરીએ હિસ્ટ્રીશીટર અને તેના મિત્રની હત્યા કરવાની યોજના બનાવી હતી.

હિસ્ટ્રીશીટર અને તેનો મિત્ર નાસી છૂટવામાં સફળ રહ્યા હતા અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પૂર્વ સાંસદ જિતેન્દ્ર રેડ્ડીએ મીડિયાની સામે કહ્યું કે આ બધું રાજકીય રીતે પ્રેરિત છે. આ બધા માટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવીશું. આ કેસને ખોટો ગણાવ્યો હતો. પોલીસે કહ્યું કે ષડયંત્ર પાછળના હેતુને શોધવા માટે તપાસ કરવામાં આવી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.