Western Times News

Gujarati News

ભિલોડાની પ્રાઈવેટ હોસ્પિટલના ડોક્ટર સાથે ઓનલાઈન છેતરપીંડી

(પ્રતિનિધિ) ભિલોડા, ૨૧ મી સદીના હાઈટેક અને અધતન ટેકનોલોજી યુગમાં ઈન્ટરનેટનો વપરાશ કુદકે ને ભુસકે વધતા સાઈબર ક્રાઈમના ગુનાઓનું પ્રમાણ એકા-એક વધતા ઓનલાઈન અને મોબાઈલ બેંકિંગ ઐપ થી નાણાંકીય વ્યવહારો સાચવતા ગ્રાહકો ભારે મુંઝવણમાં મુકાયા છે.

ભિલોડાના ધોલવાણી ત્રણ રસ્તા ખાતે મીરા સર્જીકલ હોસ્પિટલના ડોક્ટર સાથે ઓનલાઈન છેતરપિંડી આચરી ગઠિયાએ ? ૨૫,૦૦૦=૦૦ ની છેતરપીંડી આચરતા સાહીલકુમાર અને એક અજાણ્યા ઈસમ વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં ડોક્ટરે ફરિયાદ નોંધાવી છે.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સ્ટેશન પી.એસ.ઓ સેજલબેનના જણાવ્યા મુજબ ભિલોડાના ધોલવાણી ત્રણ રસ્તા પાસે આવેલ મીરા સર્જીકલ હોસ્પિટલના ડો. એમ.વી.બ્રહ્મભટ્ટ , ના મોબાઈલ પર કોઈ અજાણ્યા ઈસમનો કોલ આવ્યો આર્મીમાંથી સાહીલકુમાર બોલું છું તેમ કહીં અમારા ગ્રુપના ૨૩ વ્યક્તિઓનું લોહીનું ટેસ્ટ કરાવવાના છે

તેમ કહી ફી નક્કી કરી અને અમારા સર સાંજે આપને વીડીયો કોલ કરશે તેમ કહીને અજાણ્યા ઈસમે આર્મીનો ડ્રેસ પહેરીને વીડીયો કોલ કર્યો હતો.ડોક્ટર જાેડે ફોન – પે ઓપન કરાવી, યશ બેંકના ક્રેડીટ કાર્ડ નંબર નંખાવીને ડોક્ટરની મીરા સર્જીકલ હોસ્પિટલના બેંક એકાઉન્ટ માંથી ૨૫,૦૦૦=૦૦ ઓનલાઈન મેળવી લીધા,

વિશ્વાસધાત કરીને અજાણ્યા ઈસમોએ છેતરપીંડી આચરતા મીરા સર્જીકલ હોસ્પિટલના ડોક્ટર એમ.વી.બ્રહ્મભટ્ટે છેતરપીંડીના બનાવ સંદર્ભે અજાણ્યા ઈસમો વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.