Western Times News

Gujarati News

RBIની નવી સ્કીમ લોન્ચઃ ઈન્ટરનેટ, સ્માર્ટફોન વગર જ હવે UPI પેમેન્ટ કરી શકશો

Files Photo

નવી દિલ્હી,  દેશના કરોડો ફીચર ફોન યુઝર્સ માટે એક ખુશીના સમાચાર છે. હવે ડિજિટલ પેમેન્ટ કરવા માટે સ્માર્ટફોન અને ઇન્ટરનેટની જરૂર પણ નહીં પડે. હવે તમે ફીચર ફોનથી ડિજિટલ પેમેન્ટ પણ કરી શકો છો. આરબીઆઈની આ નવી સર્વિસથી સૌથી વધુ ફાયદો ગ્રામીણ ભારતને મળશે કારણે હજી પણ ફિચર ફોનનો ઉપયોગ ગ્રામીણ વિસ્તારોમાં બહોળા પ્રમાણમાં થઈ રહ્યો છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) આવા લોકો માટે આજે વુમન્સ ડે પર એક મોટી ભેટ લઈને આવ્યું છે. RBI આજે મંગળવારે ફીચર ફોન માટે UPI આધારિત પેમેન્ટ પ્રોડક્ટ લોન્ચ કરી છે જેની મદદથી ફીચર ફોન યુઝર્સ સરળતાથી ડિજિટલ પેમેન્ટ કરી શકશે.

ફીચર ફોનમાં સ્માર્ટફોન જેવા ફીચર્સ હોતા નથી. આ ખૂબ જ ઓછી કિંમતે બજારમાં ઉપલબ્ધ છે. ફીચર ફોનમાં કોલ અને ટેક્સ્ટ મેસેજ કરવાની જ સુવિધા છે. RBI ગવર્નરે કહ્યું કે દેશમાં નાણાંકીય સુવિધાઓની પહોંચ વધારવા માટે, ફીચર ફોન વપરાશકર્તાઓને ડિજિટલ પેમેન્ટની મુખ્ય ધારામાં લાવવા જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.