Western Times News

Gujarati News

કોરોનાનું ત્રીજું વર્ષ શરૂઃ ૬૦ લાખ લોકોએ ગુમાવ્યા જીવઃ પૂર્વ યુરોપીય દેશોમાં મૃત્યુદર વધુ

નવીદિલ્હી, કોરોના મહામારીનું ત્રીજું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે અને વાયરસનું સંક્રમણ અત્યાર સુધી સત્તાવાર રીતે ૬૦.૨૨ લાખ લોકોના જીવ લઈ ચૂક્યું છે. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે મહામારીની સમાપ્તિ હજુ દૂર છે.

વર્લ્‌ડોમીટરના જણાવ્યા પ્રમાણે પાછલા બે વર્ષમાં આ મહામારીથી ૪૪.૬૯ કરોડ લોકો સંક્રમિત થઈ ગયા છે જેના પગલે આખી દુનિયામાં યાત્રા અને કારોબાર ઠપ્પ ગયો છે જે ધીમે-ધીમે થાળે પડી રહ્યા છે. મહામારીથી અંદાજે બે વર્ષથી બચેલા પ્રશાંત મહાસાગરના દૂરના દ્વીપ વાયરસના સૌથી વધુ સંક્રમક ઑમિક્રોન સ્વરૂપની ઝપટમાં આવી રહ્યા છે અને ત્યાં પહેલી લહેર અને મોત નોંધાયા છે.

હોંગકોંગમાં પણ જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધ્યા બાદ આખી ૭૫ લાખની વસતીનું એક મહિનામાં ત્રણથી ચાર વખત ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે અને સ્વાયત્ત ક્ષેત્ર ચીનની કોવિડ બિલ્કુલ નહીં નીતિની જરૂરિયાત અનુભવી રહ્યા છે. પોલેન્ડ, રોમાનિયા, હંગરી અને પૂર્વ યુરોપીય દેશોમાં મૃત્યુદર વધુ છે અને આ જ સ્થળો ઉપર યુદ્ધગ્રસ્ત યુક્રેનથી ૧૦ લાખથી વધુ શરણાર્થી આવેલા છે.

અહીં વેક્સિનેશનનો દર પણ ઓછો છે. સમૃદ્ધિ અને વેક્સિનની ઉપલબ્ધતા છતાં અમેરિકામાં કોરોનાથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા ૧૦ લાખની નજીક પહોંચી ગઈ છે. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાં અનુસંધાન નીતિના પૂર્વ ડાયરેક્ટર પાંગે કહ્યું કે આ બીમારી એ લોકોને વધુ પ્રભાવિત કરી રહી છે જેમને વેક્સિન આપવામાં આવી નથી.

ચીનમાં કોવિડ સામે લડવા માટે ઝીરો ટોલરન્સના આકરા વલણ છતાં સંક્રમણના નવા કેસો વધી રહ્યા છે. અહીં પાછલા ૨૪ કલાકમાં ૨૧૪ નવા કેસ મળ્યા છે જેના પરથી ખુલાસો થાય છે કે દેશમાં સંક્રમણ ફરી એક વખત ઝડપથી ફેલાઈ રહ્યું છે.

વુહાનમાં પણ સંક્રમણના નવા મામલા સામે આવ્યા છે. એક અભ્યાસ અનુસાર અમેરિકામાં રહેતા સફેદ પુંછડીવાળા હરણ સક્રિય રીતે સાર્સ-કોવ-૨ના ઑમિક્રોન સ્વરૂપથી સંક્રમિત થાય છે.

આ વાયરસ કોવિડ-૧૯ના સૌથી ખતરનાક સ્વરૂપો પૈકીનું એક છે. તાજેતરમાં જ પ્રિ-પ્રિન્ટ રિપોઝિટરી બૉયોરેક્સિવ ઉપર પોસ્ટ પીયર-રિવ્યુના અભ્યાસમાં ઑમિક્રોન સંક્રમિત હરણોમાંથી એકમાં સૉર્સ-કોવ- પ્રત્યે એન્ટીબોડીને બેઅસર કરવાનો પણ ખુલાસો થયો છે. અભ્યાસુંએ કહ્યું કે અમારી શોધથી ખુલાસો થાય છે કે તેમાંથી અમુક જાનવરોની અંદર આ વાયરસ રહેલો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.