Western Times News

Gujarati News

૨૫ વર્ષીય યુવકે એનર્જી ડ્રિંકનો ડ્રગ્સની જેમ નશો લઈને ગુમાવ્યો પોતાનો જીવ

નવીદિલ્હી, ઉનાળો આવતાં ઠંડા પીણાનું માર્કેટ જામી જતું હોય છે. ઠંડા પીણા આમ તો દૈનિક જીવનનો હિસ્સો બની ગયો છે. આજકાલ એનર્જી ડ્રિંક્સનું માર્કેટ ઘણું વધી ગયું છે. આમ તો એ કોલ્ડડ્રિંક્સ જેવું જ હોય છે પરંતુ તેમાં તફાવત છે. તેમાં કેફીનનું પ્રમાણ વધારે હોય છે. આપણે કોફી તેમ ફળો દ્વારા કેફીન શરીરમાં આપીએ છીએ. પરંતુ કેફીનની વધુ માત્રા શરીર માટે હાનિકારક હોઈ શકે છે.

માહિતગાર સૂત્રોના એક રિપોર્ટ મુજબ ૨૫ વર્ષીય જસ્ટિન બાર્થોલોમ્યુને એનર્જી ડ્રિંક્સની લત લાગી ગઈ કે તેને લઈને તેનું મૃત્યુ થઈ ગયું. રિપોર્ટ અનુસાર તેના લગ્ન માત્ર ૩ મહિનામાં જ તૂટી જતાં તે ડિપ્રેશનમાં આવી ગયો હતો. આથી તે પોતાની જાતને કામમાં વ્યસ્ત રાખવા અને બાકીનું કામ એનર્જીથી કરવા દરરોજ એનર્જી ડ્રિંક પીવાનું ચાલુ કર્યું. પરંતુ ધીમે ધીમે તેને એનર્જી ડ્રિંક્સની લત લાગી ગઈ.

જસ્ટિનના પિતાએ કહ્યું હતું કે, તેના પુત્રને એનર્જી ડ્રિંક્સની લત લાગી ગઈ હતી. જેમ લોકોને ડ્રગ્સની લત લાગે છે તેમ. જસ્ટિનને હું ઉપરાંત મારા નાના બાળકો ખૂબજ સમજાવતા રહ્યા પરંતુ તેણે એનર્જી ડ્રિંક પીવાની લત ના છોડી. જસ્ટીનને આની લત લાગી ગઈ હોઈ તેને ઘણું સમજાવવા છતાં છોડી ના શક્યો. એક અહેવાલ મુજબ વધુ પડતા એનર્જી ડ્રિંક પીવાના કારણે તેનું મૃત્યુ થયું હતું.

બ્રિટિશ મેડિકલ જર્નલના રિપોર્ટ અનુસાર, યુકેમાં ૩માંથી ૧ બાળક અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર એનર્જી ડ્રિંક પીવે છે. જર્નલમાં જણાવવામાં આવ્યું હતું કે એનર્જી ડ્રિંક્સની ઘણી આડઅસરો જાેવા મળે છે. વધુ પડતું પીવાથી બ્લડ પ્રેશરમાં વધારો થાય છે. ઊંઘવામાં તકલીફ પડે છે. માથામાં અને પેટમાં સખત દુખાવો પણ થાય છે. વધુ પડતી ખાંડને કારણે ડાયાબિટીસની સમસ્યા પણ થઈ શકે છે.

ઈંગ્લેન્ડના એક વ્યક્તિને વધુ પડતું એનર્જી ડ્રિંક પીવાથી હાર્ટ એટેક આવ્યો હતો અને જ્યારે ૩ બાળકોની માતાએ વ્યસનને કારણે ૧ દિવસમાં ૧૫ લિટર સુધી એનર્જી ડ્રિંક પીવાનું શરૂ કર્યું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.