Western Times News

Gujarati News

પાલ-દઢવાવ ખાતે ૧૨૦૦ આદિવાસી શહીદવિરોને શતાબ્દીએ મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પી

(પ્રતિનિધિ) વિજયનગર, આજથી પુરા ૧૦૦ વર્ષ અગાઉ આજના દિવસે વિજયનગર તાલુકામાં જ્યાં ૧૨૦૦ જેટલા આદિવાસી ક્રાંતિવિરોને અંગ્રેજાેની ગોળીએ વીંધી દેવતા પંજાબના જલિયાંવાલા કાંડથી ય ભીષણ હત્યાકાંડ જ્યાં સર્જાયો હતો એવા પાલ-દઢવાવ ખાતે આજે રાજ્યના મુખ્યમંત્રી એ. દેશ કાજે પ્રાણ ન્યોચ્છાવર કરનાર આ શહીદવિરોને ગાંધીનગરથી વર્ચ્યુઅલ સંબોધન કરી એમના બલિદાનને યાદ કરીને એમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

અહીં જિલ્લા પ્રભારી મંત્રી અને શિક્ષણ રાજ્ય મંત્રી ડો. કુબેરભાઈ ડિડોરની અધ્યક્ષતામાં જિલ્લાની હજારોની મોટી મેદનીની ઉપસ્થિતિમાં યોજાયેલ ભરચક જાહેર શતાબ્દી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જંગી મેદનીને સંબોધતા સૌ પ્રથમ તો તમામ ૧૨૦૦ શહીદોને નત મસ્તક વંદન કરી શ્રદ્ધાંજલી અર્પી હતી.મોતીલાલ તેજાવતની આગેવાનીમાં આ દેશને આઝાદી આપવાનું કાર્ય કરતા જાનના બલિદાન આપનાર ને એમના વારસદારોને પણ યાદ કરી વંદન અભિનંદન આપ્યા હતા.

આજ સુધી કોંગ્રેસે આ પાલ દઢવાવમાં એક ઇટ મુકવાનું ય સૂઝ્‌યું નથી.પંજાબના જલિયાંવાલા હત્યાકાંડમાં ૩૭૯ લોકો શહીદ થયા હતા અને અહીં પાલ-દઢવાવની આ ભીષણ હત્યાકાંડની ઘટના ઇતિહાસના પાને કંડારવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા

એ સમયથી જ આ બલિદાનને યાદ કરી એને ઇતિહાસમાં સ્થાન મળે એ માટે એમણે અને રાજ્ય સરકારે આ ઘટના ઉજાગર કરવા અહીં અનેક કાર્યક્રમો યોજી શહીદ સ્મારક અને વીરાંજલિ વન ઉભું કર્યું છે.અત્યાર સુધીમાં જેમણે પ્રજાને ગુમરાહ કરવાનું જ કામ મળ્યુ છે એમને હવે અહીંથી જાકરો આપવાનો સમય પાકી ગયો છે.

આ પ્રસંગે રાજ્ય સભાના સભ્ય રમીલાબેન બારા, સાંસદ દિપસિંહ રાઠોડ, જિલ્લા પંચાયતના પ્રમુખ ધીરજભાઈ પટેલ,જિલ્લા પ્રમુખ જે.ડી. પટેલ,મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર, અરવલ્લી જિલ્લા સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કનુભાઈ મનાત, જિલ્લા કલેકટર હિતેશ કોયા,ડીડીઓ,સંગઠનના પ્રમુખ. મહામંત્રીઓ અને તાલુકા પ્રમુખ સહિત અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.