Western Times News

Gujarati News

દુર્ભાગ્ય છે કે મુખ્યમંત્રી-રાજ્યપાલ એકબીજા પર વિશ્વાસ નથી કરતાં: બોમ્બે હાઇકોર્ટ

મુંબઇ, મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચે મતભેદોને લઇને આજે બોમ્બે હાઇકોર્ટે સખત ટિપ્પણી કરી છે. હાઇકોર્ટે કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે રાજ્યના બે સર્વોચ્ચ બંધારણીય નેતાઓએ એકબીજા પર વિશ્વાસ કર્યો નથી. મુખ્ય ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ એમએસ કાર્ણિકની બેન્ચે કહ્યું કે બન્ને (મુખ્યમંત્રી અને રાજ્યપાલ) માટે એક સાથે બેસવું અને મતભેદોને નિવારવા ઉચિત થશે.

અદાલતે મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષની પસંદગીની પ્રક્રિયાને પડકારતા અધિવક્તા મહેશ જેઠમલાણી અને સુભાષ ઝાના માધ્યમથી દાખલ બે જનહિત અરજીઓની અધ્યક્ષતા કરતાં મૌખિક ટિપ્પણીઓ કરી. હાઇકોર્ટે લાંબી સુનાવણી બાદ એમ કહેતાં દલીલોને ફગાવી દીધી, કે પ્રક્રિયા કાયદા સમક્ષ નાગરિકોના સમાનતાના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન નથી કરતી જેમ કે બંધારણના કલમ ૧૪ દ્વારા ગેરંટી આપવામાં આવી છે.

બે જનહિત અરજીઓ પૈકી એકમાં ભાજપ ધારાસભ્ય ગીરિશ મહાજનનું પ્રતિનિધિત્વ કરનારા જેઠમલાણીએ હાઇકોર્ટને જણાવ્યું કે વર્તમાન પ્રક્રિયા જેને ડિસેમ્બર ૨૦૨૧માં એક સંશોધન માધ્યમથી લાવવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું કે વિધાનસભા અધ્યક્ષને નિયુક્ત કરવા માટે રાજ્યપાલ એકલા મુખ્યમંત્રી સલાહ ન આપી શકે બલ્કે મંત્રીપરિષદને પણ સામેલ કરવી જાેઇએ. જેઠમલાણીએ આગળ તર્ક આપ્યો કે આ મુદ્દે હસ્તક્ષેપ ન કરવાથી અદાલત જનહિતની રક્ષા કરવામાં નિષ્ફળ રહેશે.

જાેકે હાઇકોર્ટે કહ્યું કે અરજદારોને એ દેખાડવા માટે આકરી મહેનત કરવી પડશે કે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીથી આમ જનતા કઇ રીતે પ્રભાવિત થઇ રહી છે. જનતાની રૂચિ ઓછામાં ઓછી એ વાતમાં છે કે વિધાનસભા અધ્યક્ષ કોણ હશે. હવે આવો અને જનતાને પૂછો કે લોકસભાના અધ્યક્ષ કોણ છે? આ અદાલતમાં કેટલા લોકો જવાબ આપી શકશે? તમારે એ દેખાડવું પડશે કે આ મુદ્દો જનહિત અરજીને લાયક છે કે નહીં? અધ્યક્ષ માત્ર વિધાયિકાના સભ્ય છે. અહીં જનહિત શું છે?HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.