Western Times News

Gujarati News

પંજાબમાં ડેપ્યુટી સીએમ ઓપી સોની પણ હારી ગયા

ચંડીગઢ, પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. જેમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓને હારનો સામનો કરવો પડ્યો છે. પંજાબનાં મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની બંને બેઠકો પરથી હારી ગયા છે. હવે પંજાબના ડેપ્યુટી સીએમ ઓપી સોનીની પણ હાર થઈ છે.

પંજાબના ડેપ્યુટી સીએમ ઓપી સોની પણ હારી ગયા છે.તેમને અમૃતસર સેન્ટ્રલ સીટ પરથી આમ આદમી પાર્ટીના ડો. અજય ગુપ્તા પાસેથી કારમી હાર મળી છે.નાયબ મુખ્યમંત્રી ઓમપ્રકાશ સોનીને ૧૪૦૨૬ મતોથી આપના ઉમેદવારે હરાવ્યા છે.આ બેઠક કોંગ્રેસની ખૂબ જ સુરક્ષિત બેઠક માનવામાં આવતી હતી, પરંતુ અહીં પણ તેને હારનો સામનો કરવો પડ્યો છે.

ચરણજીત સિંહ ચન્નીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીને કરારી હારનો સામનો કરવો પડ્યો છે એમ કહેવું ખોટું નહીં હોય. કોંગ્રેસ પાર્ટી ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ૭૮ બેઠકો જીતવામાં સફળ રહી હતી. પરંતુ આ વખતે કોંગ્રેસ પાર્ટી માત્ર ૧૭ બેઠકો સુધી જ સીમિત રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.