Western Times News

Gujarati News

યુપીમાં ઓવૈસીને એક પણ સીટ નહિ, તો પણ કહ્યુઃ અમારો ઉત્સાહ બુલંદ છે

હૈદરાબાદ, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન પાર્ટીનુ ખાતુ પણ ખુલ્યુ નથી. અહીં ઓવૈસીની ગઠબંધન ભાગીદારી પરિવર્તન મોરચો સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો. ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન પાર્ટીનુ ખાતુ પણ ન ખુલ્યુ. પાર્ટીને માત્ર ૦.૪ટકા મત મળ્યા. AIMIM પ્રમુખ ઓવૈસીએ કહ્યુ કે ઈવીએમ પર સવાલ ઉઠાવવા ખોટા છે.

પરિણામ પ્રતિકૂળ રહે તો પણ અમારો ઉત્સાહ બુલંદ છે. અમે ફરીથી આવતી વખતે પ્રયત્ન કરીશુ. બધા પાંચે રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

ભાજપ અને સપા આગળ બધી પાર્ટીઓનુ પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યુ. ઉત્તર પ્રદશ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં બસપાને માત્ર એક સીટ મળી. માયાવતીએ તો ત્યાં સુધી કહી દીધુ કે મુસ્લિમોએ ભાજપને હરાવવા માટે બસપાથી વધુ સપા પર ભરોસો કર્યો.

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં મોટાભાગે નાની અને રાજ્ય સ્તરની પાર્ટીઓ માટે ખૂબ જ ખરાબ રહ્યુ. આ વખતે ભાજપ ગઠબંધનને ૨૭૩ સીટો મળી છે.

વળી, સપા ગઠબંધનને ૧૨૭ સીટો મળી. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૧૭ની સરખામણીમાં જ્યાં સપાનુ પ્રદર્શન સારુ થયુ ત્યાં બસપા,ત કોંગ્રેસ અને અન્ય પક્ષોને કારમી હાર મળી. વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીની જેમ આ વખતે પણ ઓવૈસીની પાર્ટી સંપૂર્ણપણે નિષ્ફળ રહી. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં પણ છૈંસ્ૈંસ્ને એક પણ સીટ મળી નથી.

જાે કે, આ AIMIMને ૨૨.૩ લાખ વોટ મળ્યા છે. જે કુલ મતોના ૦.૪ ટકા છે. AIMIM આ વખતે મોટી તૈયારી સાથે ચૂંટણી મેદાનમાં હતી.

પાર્ટી આઝમગઢની મુબારકપુર સીટ જીતવા માટે ઘણી આશ્વસ્ત હતી. જ્યાં બસપાના પૂર્વ નેતા ગુડ્ડુ જમાલીએ પાર્ટીને પોતાની ટિકિ પર ચૂંટણ લડાવી હતી પરંતુ હારી ગયા. આ એ સીટ છે જ્યાં ઈસ્લામ ધર્મની સ્કૂલ, વણકર, પ્રવાસી શ્રમિક રહે છે. માનવામાં આવી રહ્યુ હતુ કે ત્યાં ઓવૈસીની પાર્ટીને ભારે જન સમર્થન મળશે પરંતુ એવુ થયુ નહિ.

ઓવૈસીએ કહ્યુ છે કે ઈવીએમ પર સવાલ ઉઠાવનારના દિમાગમાં ચિપમાં ભૂલ છે. ઈવીએમને મુદ્દા બનાવવા પર ઓવૈસીએ આકરી પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યુ કે ઈવીએમ પર સવાલ ઉઠાવનારાના દિમાગની ચિપમાં ભૂલ છે. તેમની પાર્ટી જનાદેશનુ સ્વાગત કરે છે.

બધા રાજકીય પક્ષો પોતાની હારનુ કારણ ઈવીએમને માની રહ્યા છે. આ બધા પોતાની હાર છૂપાવવા માટે કરી રહ્યા છે. તેમની પાર્ટી આવતી વખતે સારુ પ્રદર્શન કરશે. તમને જણાવી દઈએ કે ઓવૈસીની પાર્ટીની ભાગીદારી પરિવર્તન મોરચા ગઠબંધનમાં શામેલ હતી. આ ગઠબંધન આખા ઉત્તર પ્રદેશમાં એક પણ સીટ પર જીતી શક્યુ નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.