Western Times News

Gujarati News

કર્ણાટકમાં યુવકે શ્વાન પર એસિડ નાંખ્યુ: ૫ લોકોની ધરપકડ

બેંગ્લોર, કર્ણાટકમાં એક ગલીના શ્વાન સાથે મારપીટ કર્યા બાદ તેના પર એસિડ નાંખવાના આરોપમાં ૫ લોકો વિરુદ્ધ કેસ નોંધાવવામાં આવ્યો છે.પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપી રાતે દારુ પીને નશાની હાલતમાં ગલીના કુતરા પર ગુસ્સો નીકાળતા હતા.

આ બધામાં તેને મજા આવતી હતા. તારીખ ૪ માર્ચનાં રોજ બનશંકરીના આંબેડરકરનગરમાં તેણે કુતરાને બાંધી દીધો હત , કારણ વગર નશાની હાલતમાં કુતરાને મારવાં લાગ્યો હતો . જે બાદ કુતરા પર એસિડ નાંખ્યો .૫૦ વર્ષની મહિલાએ આ ઘટનાનો વિરોધ કર્યો , તો યુવકે મહિલા સાથે પણ આવુ જ વર્તન કરવાની ધમકી આપી હતી . જે બાદ મહિલાએ એક સામાજીક કાર્યકર્તાની મદદ લઇને પોલીસમાં ફરિયાદ નોંધાવી .

પાંચ વર્ષીય ઘાયલ કુતરાને સારવાર માટે નજીકના પશુ બચાવ કેન્દ્રમાં સ્થળાંતરિત કરી દેવામાં આવ્યો . જેની ત્યાં સારવાર થઇ રહી છે . કેન્દ્ર તરફથી કુતરાનું નામ પણ રાખવામાં આવ્યુ , બની નામનો આ કુતરો હાલ સારવાર હેઠળ છે . કોરોના કાળમાં પણ લોકો લોકડાઉનના સમયમાં ઘરમાં પુરાયેલા હતા , તે સમયમાં પણ કુતરા અને અન્ય પશુઓ સાથે આવા ક્રુરતાના કેસમાં વધારો જાેવા મળ્યો હતો . પોલીસે આઇપીસી ધારા ૩૪, ૪૨૮, ૩૫૪, ૪૨૯ મુજબ આ કેસ નોંધ્યો છે .

ફેબ્રુઆરીમાં સામે આવેલી એક ઘટનામાં એક ૨૩ વર્ષીય પુરુષ યુવકને જાણીજાેઇને પોતાની ઓડી કારને એક ડોગ પર ચલાવી માર્યુ , બેંગ્લોરની સિદ્ધપુરા પોલીસ સ્ટેશનની સીમામાં તેને મારી નાંખ્યુ હતુ . આ ઘટના CCTV ફુટેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો હતો . તેમજ લોકોમાં આક્રોશ ફેલાઇ ગયો હતો .HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.