Western Times News

Gujarati News

ખાલિસ્તાની સમર્થકોની મદદથી પંજાબમાં “આપ” જીત્યાનો આક્ષેપ

શીખ ફોર જસ્ટિસે (SFJ) તેના પત્રમાં આરોપ લગાવ્યો છે કે ખાલિસ્તાની ફંડિંગથી આમ આદમી પાર્ટીને ત્યાં પણ વોટ મળ્યા જ્યાં તેમણે પ્રચાર ન કર્યો.

ચંદીગઢ, આમ આદમી પાર્ટીએ પંજાબ વિધાનસભાની ૧૧૭માંથી ૯૨ બેઠકો પર જીત હાંસલ કરીને પ્રચંડ બહુમત મેળવ્યો છે. આપની જીત બાદ પ્રતિબંધિત સંગઠન શિખ ફોર જસ્ટિસે આરોપ લગાવ્યો છે કે ખાલિસ્તાન સમર્થકોની મદદથી આમ આદમી પાર્ટીએ પંજાબ ચૂંટણીમાં જીત હાંસલ કરી છે. એસએફજે એ આપના સીએમ ઉમેદવાર ભગવંત માનને એક ચિઠ્ઠી લખી છે.

ભગવંત માનને લખેલી ચિઠ્ઠીમાં જણાવ્યું છે કે આમ આદમી પાર્ટીએ પ્રચાર કર્યા વગર અને કેડર વિના ૭૦ ટકા બેઠકો જીતી છે. આપેને ખાલિસ્તાની સમર્થકો પાસેથી ફંડિંગ મળ્યું અને પાર્ટીને ખાલિસ્તાની સમર્થકોનું ભારે સમર્થન મળ્યું. આપેએ એસએફજેના નકલી પત્રો દ્વારા મત મેળવ્યા હતા અને પાર્ટીએ ખાલિસ્તાન તરફી શીખોના મતોનું છેતરપિંડીથી પોતાના સમર્થનમાં કર્યું.

શીખ ફોર જસ્ટિસે તેના પત્રમાં આરોપ લગાવ્યો છે કે ખાલિસ્તાની ફંડિંગથી આમ આદમી પાર્ટીને ત્યાં પણ વોટ મળ્યા જ્યાં તેમણે પ્રચાર ન કર્યો. પંજાબ વિધાનસભાની ચૂંટણીને લઈને થનાર મતદાનથી ૪૮ કલાક પહેલા ૧૮ ફેબ્રુઆરી શિખ ફોર જસ્ટિસે લેટર બોમ્બ ફોડ્યો હતો

અને દિલ્હાના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સિવાય આમ આદમીના સીએમ ઉમેદવાર ભગવંત માન પર નિશાન સાંધ્યું હતું. ભારતમાં પ્રતિબંધિત આતંકી સંગઠન શિખ ફોર જસ્ટિસે લેટરમાં જણાવ્યું હતું કે આમના સમર્થનવાળા બોગસ લેટર વાયરલ થયા બાદ આપ નેતા રાઘવ ચઠ્ઠાએ ગુરપતવંત પન્નૂને ફોન કર્યો હતો.

પન્નૂના મતે રાઘવ ચડ્‌ઢાએ તેમાં જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ખાલિસ્તાન રેફરેંડમનું સમર્થન કરે છે. અગાઉ શિખ ફોર જસ્ટિસનો એક લેટર સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે શિખ ફોર જસ્ટિસે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવામાં સમર્થન કર્યું છે.

તેની સાથે જ લેટરમાં દાવો કરવામાં આવ્યો હતો કે સંગઠનને ભગવંત માનને આપના સીએમ ફેસ બનાવતા જ પોતાનું સમર્થન આપ્યું છે, જેણે એસએફજે એ ખોટું ગણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.